News of Saturday, 4th January 2025
ચલો મારી સામે સંબંધ બાંધોઃ બે છોકરાને બોલાવી ૭૦ વર્ષની ડોશીએ કરી વિચિત્ર ડિમાન્ડઃ આખરે જીવ ખોવાનો વારો આવ્યો
ઘટના નવી મુંબઈના કામોઠે વિસ્તારનીઃ અહીં ૧૯ વર્ષના બે છોકરાએ ગીતા અને જીતેન્દ્ર જગ્ગીની હત્યા કરી નાખીઃ પોલીસે સીસીટીવી ફૂટેજના આધાર પર બંનેની ધરપકડ કરી લીધી છે

મુંબઈ, તા.૪: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ૧૯ વર્ષના બે છોકરાની પોલીસે ધરપકડ કરી છે. બંને પર ૭૦ વર્ષની વૃદ્ધ મહિલા અને તેના ૪૫ વર્ષીય દીકરાની હત્યાનો આરોપ છે. આખરે આવું કેમ કર્યું આ બંને છોકરાએ, જેના કારણે મા-દીકરાની હત્યા કરી નાખી, પોલીસે આ વાતનો ખુલાસો કર્યો છે.
આ ઘટના નવી મુંબઈના કામોઠે વિસ્તારની છે. અહીં ૧૯ વર્ષના બે છોકરાએ ગીતા અને જીતેન્દ્ર જગ્ગીની હત્યા કરી નાખી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધાર પર બંનેની ધરપકડ કરી લીધી છે.
મૃતક મા-દીકરો નવી મુંબઈના કામોઠે વિસ્તારમાં ડ્રીમ્સ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. તેમને મારનારા આરોપીઓના નામ શુભમ મહેન્દ્ર નારાયણી (૧૯) અને સંજયોત મંગેશ દોડકે (૧૯) છે. પોલીસે જણાવ્યું કે, ‘ધરપકડ બંને આરોપીઓએ પહેલા તો અમારી સામે કેટલીય કહાનીઓ બનાવી. પણ બાદમાં તેમણે એવી કહાની કહી, જેને સાંભળીને અમે પણ ચોંકી ગયા. આરોપીઓએ કહ્યું કે, જીતેન્દ્રએ ૩૧ ડિસેમ્બરની રાતે આ બંનેને પાર્ટી કરવા માટે ઘરે બોલાવ્યા હતા.'
આરોપીઓએ કહ્યું કે, ‘પાર્ટી દરમ્યાન જીતેન્દ્ર અને તેની માએ મને અને મારા દોસ્ત પર સમલૈંગિક સંબંધ બનાવવાનું પ્રેશર કર્યું. આ વાતને લઈને અમારી વચ્ચે ઝઘડો થયો અને મારપીટ સુધી વાત પહોંચી ગઈ.' આરોપી શુભમે જણાવ્યું કે, આ દરમ્યાન તેણે લોખંડના પાઈપથી જીતેન્દ્રના માથા પર હુમલો કર્યો, જેના કારણે તેનું મોત થઈ ગયું.
ત્યાર બાદ સંજયોત મંગેશે ગીતા જગ્ગીનું ગળું કાપી નાખ્યું. હત્યા બાદ બંનેએ ઘરમાંથી કિંમતી સામાન ચોરી ભાગવાની કોશિશ કરી. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી તેમની ઓળખાણ કરી અને તેમને ઉલ્લવે વિસ્તારમાંથી પકડી પાડ્યા.
મૃતક ગીતા અને જીતેન્દ્રની લાશ તેમના ઘરમાંથી મળી. જયાં એલપીજી ગેસ લીક થતો જોવા મળ્યો. પોલીસે જણાવ્યું કે, આ લીક હત્યાના પુરાવાનો નાશ કરવાના ઉદ્દેશ્યથી કર્યું હતું. મામલામાં હત્યા અને ચોરી સાથે અન્ય ધારાઓ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ આગળની કાર્યવાહીમાં લાગેલી છે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
