News of Sunday, 5th January 2025
ટીવી પત્રકાર હત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી: કોન્ટ્રાક્ટરના બે ભાઈઓ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ
છત્તીસગઢના બીજાપુરમાં પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યા કરીને તેનો મૃતદેહ સેપ્ટિક ટેન્કમાં સંતાડી દેવાયો હતો:આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવ્યું, સુરેશના બેંક ખાતા સીલ: કેસની તપાસ માટે 11 સભ્યોની વિશેષ તપાસ ટીમની રચના

બિજાપુર :ટીવી પત્રકાર મુકેશ ચંદ્રાકર હત્યા કેસમાં પોલીસે કોન્ટ્રાક્ટર અને નેતા સુરેશ ચંદ્રાકરના બે ભાઈઓ રિતેશ અને દિનેશ સહિત સુપરવાઈઝર મહેન્દ્ર રામટેકની ધરપકડ કરી હતી. પોલીસ સુરેશ ચંદ્રાકરની ધરપકડ કરવા હૈદરાબાદ રવાના થઈ ગઈ છે. રાજ્ય સરકારે આ કેસની તપાસ માટે 11 સભ્યોની વિશેષ તપાસ ટીમની રચના કરી છે. બીજી તરફ ઘટનાના વિરોધમાં શનિવારે જિલ્લાનું મુખ્ય મથક બંધ રહ્યું હતું
વહીવટીતંત્રે બુલડોઝરનો ઉપયોગ કર્યો અને આરોપી સુરેશ, રિતેશ અને દિનેશ દ્વારા બીજાપુરમાં બે એકરના ગેરકાયદે કબજામાં ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું. મુકેશે રિતેશના મોટા ભાઈ કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રાકરના ગંગાલુરથી મિર્ટુર રોડના નિર્માણમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો. બસ્તરના આઈજી સુંદરરાજ પી.એ કહ્યું કે SIT વૈજ્ઞાનિક અને ટેકનિકલ પુરાવાના આધારે તપાસ કરશે અને ટૂંક સમયમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરશે.
સુરેશ અને અન્ય આરોપીઓની મિલકતો અને બેંક ખાતાઓની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. અત્યાર સુધીની પોલીસ તપાસ મુજબ મુકેશે રિતેશના મોટા ભાઈ કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રાકર દ્વારા ગંગાલુરથી મિર્તુર રોડના નિર્માણમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો, જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ બાબતે સુરેશ, રિતેશ અને દિનેશનો મુકેશ સાથે વિવાદ ચાલતો હતો. ત્રણેય ભાઈઓએ મુકેશ પર દબાણ લાવવાની કોશિશ કરી, જ્યારે મામલો થાળે પડ્યો નહીં તો તેઓએ તેની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું.હતું
આયોજિત રીતે 1લી જાન્યુઆરીના રોજ મુકેશને ચટ્ટનપરામાં સુરેશની કન્સ્ટ્રક્શન કંપનીના પરિસરમાં જમવા માટે બોલાવ્યો હતો અને આરોપી રિતેશ અને સુપરવાઈઝર મહેન્દ્રએ તેની હત્યા કરી હતી. રિતેશ રાયપુર થઈને દિલ્હી ભાગી ગયો હતો, જ્યારે દિનેશ અને સુરેશે શસ્ત્રોનો નિકાલ કરવાની સાથે મુકેશના મૃતદેહને છુપાવવા માટે સેપ્ટિક ટાંકી પર કોંક્રીટ નાખવાનું કામ કર્યું હતું
(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
