<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

અનશન પર બેઠેલા પીકેને પોલીસે વ્‍હેલીસવારે ઉઠાવી લીધા : અધિકારીએ તેમને લાફો પણ માર્યો

પેપર લીક થવાના મુદ્દે BPSCની પરીક્ષા રદ કરવાની માંગણીસર અમરણાંત ઉપવાસ પર હતા પીકે

પટના તા. ૬ : જન સૂરજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોરને પટના પોલીસે વહેલી સવારે ગાંધી મેદાનમાંથી કસ્‍ટડીમાં લીધાં   હતા.  આ ઘટના સવારે લગભગ ૪ વાગે બની હતી. પ્રશાંત કિશોર BPSC ઉમેદવારોના સમર્થનમાં છેલ્લા ૫ દિવસથી આમરણાંત ઉપવાસ પર હતા. તેઓ ૭૦મી BPSC પરીક્ષા રદ કરવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા હતા. બળનો ઉપયોગ કરીને, પોલીસે તેમને એમ્‍બ્‍યુલન્‍સમાં બેસાડી અને એમ્‍સ લઈ ગઈ. જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ ૧૦ પોલીસ સ્‍ટેશનની પોલીસ આ કાર્યવાહીમાં સામેલ હતી.

પટના પોલીસની કાર્યવાહીનો વીડિયો પણ સામે આવ્‍યો છે. વીડિયોમાં પોલીસકર્મીઓ બળપ્રયોગ કરતા જોવા મળે છે. આ દરમિયાન એક પોલીસકર્મી પીકેને થપ્‍પડ મારતો જોવા મળે છે. જો કે, પ્રશાંત કિશોરને કોણે થપ્‍પડ મારી તે સ્‍પષ્ટ નથી. વીડિયો જોઈને લાગે છે કે તે પોલીસ ઓફિસર છે. હાલ તેની ઓળખ થઈ નથી.

પ્રશાંત કિશોર બિહાર પબ્‍લિક સર્વિસ કમિશનની ૭૦મી પરીક્ષાની પેટર્નમાં ફેરફારની માંગ કરી રહ્યા હતા. આ પરીક્ષા રદ કરીને પુનઃ આયોજિત કરવાની માંગણી સાથે તેઓ ગાંધી મેદાન ખાતે ઉપવાસ પર બેઠા હતા. તેમના ઉપવાસ પાંચ દિવસ સુધી ચાલુ રહ્યા. સોમવારે વહેલી સવારે પોલીસ ગાંધી મેદાન પહોંચી અને તેને બળજબરીથી ઉપાડી ગયા હતા. આ દરમિયાન પોલીસકર્મીઓએ પ્રશાંત કિશોર સાથે બળપ્રયોગ પણ કર્યો હતો.

શરૂઆતમાં પોલીસ પ્રશાંત કિશોરને ક્‍યાં લઈ જઈ રહી છે તે કોઈને જણાવ્‍યું ન હતું. તેમને એમ્‍બ્‍યુલન્‍સમાં લઈ જવામાં આવ્‍યા હતા બાદમાં કહેવામાં આવ્‍યું કે પીકેને સારવાર માટે એઈમ્‍સમાં લઈ જવામાં આવ્‍યા છે. હાલ આ ઘટનાને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

પ્રખર ચૂંટણી વ્યુહકાર અને જન સુરજ પાર્ટીના પ્રણેતા પ્રશાંત કિશોરને એક પોલીસે ફડકો મારતા ખળભળાટ મચી ગયો છે. તેમની અટક કરવામાં આવી છે. 

 

તેમના સહિત વિરોધ પ્રદર્શિત કરેલા કરી રહેલા તમામની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ જગ્યા ખાલી કરાવવામાં આવેલ છે. સ્થળ પરથી જઈ રહેલ તમામ વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે..

 

આજે વહેલી સવારે પ્રશાંત કિશોર અને તેના  જૂથને હટાવવા નીતીશ સરકારની પોલીસ ત્રાટકેલ. બિહાર પોલીસ સર્વિસ કમિશન પરીક્ષાના પેપર લીક થવાના કૌભાંડમાં તેઓ બિહારના પટના ખાતે અનિશ્ચિત મુદતના ઉપવાસ ઉપર ઉતરેલા છે.

 

પ્રશાંત કિશોરની પોલીસે વહેલી સવારે અટક કરી છે. તેઓ જ્યાં અને આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા છે તે જગ્યા પણ પોલીસે ખાલી કરાવી હતી. 

 

પેપર લીક થવાના મુદ્દે બીપીએસસીની પરીક્ષા રદ કરવાની માંગણી કરી રહેલા બિહારના વિદ્યાર્થીઓના સમર્થનમાં બીજી ડિસેમ્બરથી તેઓ આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા છે. પોલીસ તેમને એમ્બ્યુલન્સમાં ઉપાડી ગઈ હતી.

(10:59 AM IST)