<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

ઠંડીનું બહાનું બનાવી પત્‍નિએ સવારમાં પતિને ચા ન બનાવી આપી : પતિનો પિત્તો જતાં કુહાડીથી કાપી નાખી

આજના સમયમાં લોકોની અંદર પેશન્‍સની ભારે કમી જોવા મળે છે : નાની-નાની વાતોમાં લોકોને એટલો ગુસ્‍સો આવે છે કે તે ભાન ભૂલી જતા હોય છે

સાંગલી, તા.૬: આજના સમયમાં લોકોની અંદર પેશન્‍સની ભારે કમી જોવા મળે છે. નાની-નાની વાતોમાં લોકોને એટલો ગુસ્‍સો આવે છે કે તે ભાન ભૂલી જતા હોય છે. ત્‍યાર બાદ ગુસ્‍સામાં એવી હરકત કરી નાખતા હોય છે, જેના વિશે કોઈ વિચારી પણ ન શકે. હવે તો લોકો નાની એવી વાતમાં મર્ડર કરવાથી પણ ડરતા નથી. નવા વર્ષ પર છત્તીસગઢના બાલોદમાંથી આવી જ એક ઘટના સામે આવી છે.

 જ્‍યાં ન્‍યૂ યર પર લોકો ફેમિલી સાથે સેલિબ્રેટ કરે છે, તો વળી આ ઘટનામાં એક પતિએ નવા વર્ષની સવારે પોતાની પત્‍નીની કુહાડીથી કાપીને હત્‍યા કરી નાખી. નવાઈની વાત એ છે કે, મર્ડર જે વાત પર થયું, તે એટલી મોટી વાત હતી પણ નહીં. પતિને સવારે ચાર વાગ્‍યે ચા પીવાની તલબ લાગી, પણ પત્‍નીએ ઠંડીના કારણે ચા બનાવવાની ના પાડી દીધી. બસ આ જ વાતને લઈને પતિને ગુસ્‍સો આવ્‍યો અને પત્‍નીને મોતને ઘાટ ઉતારી દીધી.

આ ઘટના બાલોદના સાંગલીથી સામે આવી છે. ગુરુર બ્‍લોકના કંવર પોલીસ ચોકી વિસ્‍તારમાં રહેતા એક શખ્‍સે પોતાની પત્‍ની, બાળકો અને સાસુ સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. નવા વર્ષના દિવસે તેણે સવારે ચાર વાગ્‍યે પત્‍નીને ચા બનાવવા માટે કહ્‍યું. પત્‍નીએ ના પાડી રસોડામાં જતી રહી. પાછળથી પતિએ જઈને દરવાજો બંધ કરી દીધો હતો. પત્‍ની અંદરથી ચીસો પાડવા લાગી, જેના કારણે બાળકો અને સાસુ દરવાજો પીટવા લાગ્‍યા. જ્‍યારે આ શખ્‍સ બહાર નીકળ્‍યો તો પત્‍નીને ઘાયલ અવસ્‍થામાં જોઈ. ત્‍યારબાદ મહિલાને હોસ્‍પિટલમાં દાખલ કરી.

હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થઈ ગયું. ત્‍યારબાદ પતિએ ખુદ પોલીસ સ્‍ટેશનમાં સરેન્‍ડર કરી દીધું. પોલીસે પતિની ધરપકડ કરી આ મામલે તપાસ શરૂ કરી દીધી. તો વળી બીજી તરફ આ ઘટના બાદ વિસ્‍તારમાં સનસનાટી ફેલાઈ ગઈ.

આપને જણાવી દઈએ કે, ગત વર્ષે આ જિલ્લામાં આ જ પ્રકારની નાની-મોટી વાતને લઈને કરવામાં આવેલી હત્‍યાના કિસ્‍સા ખૂબ વધી રહયા છે. મોટા ભાગના કેસમાં પતિઓ દ્વારા પત્‍નીના ચરિત્ર પર શંકા કરતા મર્ડર થાય છે. ગત વર્ષે આવા અઢાર કેસ આવ્‍યા હતા.(

(10:24 AM IST)