<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

વિધિઃ- ૨૯:‘‘ભકિત મુકત કરે છે''

પ્રેમ ભકિત બની શકે છે. પ્રેમ પ્રથમ પગલુ છે ત્‍યારે ભકિતનું ફૂલ ખીલે છે. જો તમારો પ્રેમ ગહન હોય તો બીજો વધારે વધારે અર્થપૂર્ણ થઇ જાય છે. તે એટલો અર્થપૂર્ણ થઇ જાય છે કે તમે એને ભગવાન કહેવા લાગો છો. આ જ કારણ છે કે મીરા કૃષ્‍ણને પ્રભુ કહ્યા કરે છે. ના તો કૃષ્‍ણને જોઇ શકે છે કે ના મીરા સિધ્‍ધ કરી શકે છે કૃષ્‍ણને પ્રભુ કહ્યા કરે છે. ના તો કૃષ્‍ણને જોઇ શકે છે. કે ના મીરા સિધ્‍ધ કરી શકે છે કે કૃષ્‍ણ કયા છે. પરંતુ મીરા એને સિધ્‍ધ કરવા ઉત્‍સુક પણ નથી મીરાએ કૃષ્‍ણને પોતાનું પ્રેમ પાત્ર બનાવી દીધું છે.

અને યાદ રાખો, તમે કોઇ યથાર્થ વ્‍યકિતને પોતાનું પ્રેમ-પાત્ર બનાવો છો કે કલ્‍પનાના વ્‍યકિતને એનાથી કોઇ ફરક પડતો નથી. કારણ એ છે કે બધુ રૂપાંતર ભકિત દ્વારા આવે છે, પ્રેમપાત્ર દ્વારા નહી. આ વાત હંમેશા યાદ રાખો. કૃષ્‍ણના પણ હોઇ શકે છે., તે અપ્રાસંગિક છે. પ્રેમ માટે અપ્રાસંગિક છે. હું આ વાત ઉપર જોર દઇને કહેવા માગું છું કે કૃષ્‍ણનો હોવાના હોવાનો પ્રશ્ન નથી, બિલકુલ નથી. એ ભાવ કે કૃષ્‍ણ છે એ બધો પ્રેમનો ભાવ, એ સમગ્ર સમર્પણ, એ પોતાને કોઇમાં વિલીન કરી દેવું, ચાહે તે હોય કે ના હોય, આ વિલીન થઇ જવું જ રૂપાંતરણ છે. અચાનક વ્‍યકિત શુધ્‍ધ બની જાય છે, સમગ્રરૂપે શુધ્‍ધ બની જાય છે. કારણ કે અહંકાર જ નથી તો તમે કોઇપણ રૂપમાં અશુધ્‍ધિનું બીજ છે. અહંકાર જ બધા ગાંડપણનો જનક છે. ભાવના જગત માટે, ભકિતના જગત માટે અહંકાર રોગ છે.

આ અહંકાર એક જ ઉપાયથી વિસર્જીત થાય છે- બીજો કોઇ ઉપર નથી. એ ઉપાય એ છે કે બીજો એટલો મહત્‍વપૂર્ણ થઇ જાય છે. કે એટલો મહિમાપૂર્ણ થઇ જાય કે ધીમે ધીમે તમે વિલીન થઇ જાઓ અને એક દિવસે તમે બિલકુલ ના બચો, ફકત બીજાનો બોધ રહી જાય અને જયારે તમે તમે નથી  રહેતા ત્‍યારે બીજો બીજો નથી રહેતો કારણ કે બીજો બીજા તરીકે ત્‍યાં સુધી છે જયાં સુધી તમે છો. જયારે હું વિદાય થઇ જાય છે તો એની સાથે તું પણ વિદાય થઇ જાય છે.

- રજનીશના પ્રણામ

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:56 AM IST)