હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આલ્ફાબેટના સીઈઓ જગદીપસિંહનો એક દિવસનો પગાર લગભગ રૂ.૪૮ કરોડ
વિશ્વમાં સૌથી વધુ પગાર મેળવનાર વ્યકિત છે

નવી દિલ્હી, તા.૬: જગદીપ સિંહનું નામ હવે દુનિયામાં સૌથી વધુ પગારના મામલે ટોપ પર છે. આ દિવસોમાં નામ અને ચહેરો વાયરલ થઈ રહયો છે. ભારતીય મૂળના ઉદ્યોગસાહસિક જગદીપ સિંહનો દૈનિક પગાર રૂ. ૪૮ કરોડ છે, જે વાર્ષિક રૂ. ૧૭,૫૦૦ કરોડની બરાબર છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ પણ સૌથી વધુ પગાર મેળવનારા સીઈઓમાંથી એક છે. પિચાઈનો એપ્રિલ ૨૦૨૩ સુધીનો વાર્ષિક પગાર રૂ. ૧૬૬૩ કરોડ છે, જેમાં ભથ્થાનો સમાવેશ થાય છે. જો તેમનું કુલ વળતર ઉમેરવામાં આવે તો તેમનો વાર્ષિક પગાર અંદાજે રૂ. ૧૮૫૪ કરોડ થઈ જાય છે, જે આશરે રૂ. ૫ કરોડ પ્રતિદિન છે.
જગદીપ સિંહ QuantumScape ના સ્થાપક છે. તેણે ૨૦૧૦માં આ કંપનીની સ્થાપના કરી હતી. QuantumScape નેક્સ્ટ જનરેશન સોલિડ સ્ટેટ બેટરી વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઇલેક્ટ્રિક વાહનો (EV) ની ઊર્જા કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કરે છે અને ચાર્જિંગ સમય પણ ઘટાડે છે.
આ કામની સરખામણી ઇલેક્ટ્રિક વાહનોની દુનિયામાં આવેલી ક્રાંતિ સાથે કરવામાં આવી રહી છે. સિંઘના નેતળત્વ અને દ્રષ્ટિએ તેમને વૈશ્વિક ઓળખ અપાવી છે. આ કંપનીના રોકાણકારોમાં ફોક્સવેગન અને બિલ ગેટ્સનો સમાવેશ થાય છે. ક્વોન્ટમસ્કેપની સ્થાપના પહેલાં, સિંઘે બહુવિધ કંપનીઓમાં વિવિધ નેતળત્વ ભૂમિકાઓમાં ૧૦ વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું હતું.
જગદીપ સિંહનું શિક્ષણ અને કારકિર્દી
જગદીપ સિંહે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી બીટેક અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી એમબીએ કર્યું છે. સિંઘના પગાર પેકેજમાં રૂ. ૧૯,૦૦૦ કરોડ (લગભગ $2.૩ બિલિયન)ના સ્ટોક વિકલ્પોનો સમાવેશ થાય છે. જો કે, ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ, સિંહે ક્વોન્ટમસ્કેપના સીઈઓ તરીકે રાજીનામું આપ્યું અને કંપનીની બાગડોર શિવ શિવરામને સોંપી.
પદ છોડવા છતાં સિંઘની યાત્રા ચાલુ છે. તે હવે ‘સ્ટીલ્થ સ્ટાર્ટઅપ' ના CEO છે અને નવી ટેક્નોલોજી વિકસાવવા પર કામ કરી રહ્યા છે જે ભવિષ્યમાં વધુ મોટી સફળતાઓ તરફ દોરી શકે છે.
તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ (@startupjag) અનુસાર તે નવીનતામાં વ્યસ્ત છે. સિંઘની એક કર્મચારીથી વિશ્વના સૌથી વધુ વેતન મેળવનાર વ્યાવસાયિક સુધીની સફર એ સાહસિકતા અને દૂરંદેશી નેતળત્વની શક્તિનો પુરાવો છે. તેમની ખ્યાતિમાં વધારો ભારતીય પ્રતિભાની અમર્યાદ ક્ષમતાની વધતી જતી વૈશ્વિક માન્યતા અને ટેક્નોલોજીના ભાવિને આકાર આપવામાં ભારતની ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
