<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

તમિલનાડુ વિધાનસભામાં અભૂતપૂર્વ ઘટના: તમિલ રાજ્યના ગીત પછી રાષ્ટ્રગીત વગાડવાની રાજ્યપાલની માંગણી ફગાવી દેવાતા ગવર્નર રવી નારાજ થઈ સત્રને સંબોધ્યા વિના ચાલ્યા ગયા

 

તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિ વિધાનસભા સત્ર દરમિયાન રાષ્ટ્રગીતના  અપમાનને લઈને ભારે નારાજ થઈ ને  વિધાનસભા સત્રને સંબોધ્યા વિના જ ગૃહમાંથી નીકળી ગયા. તમિલનાડુ વિધાનસભાનું સત્ર આજથી શરૂ થયું છે. નિયમો અનુસાર વિધાનસભા સત્રની શરૂઆત રાજ્યપાલ આરએન રવિના સંબોધનથી થવાની હતી. 

 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિધાનસભા સત્રની શરૂઆતમાં તમિલનાડુ સરકારનું રાજ્યગીત 'તમિલ થાઈ વઝથુ' ગાવામાં આવ્યું હતું.

 

રાજ્યપાલ રવિએ તમિલનાડુના રાજ્ય ગીત પછી રાષ્ટ્રગીત વગાડવાની માંગ કરી હતી, પરંતુ તેમની માંગ માનવામાં આવી ન હતી. જેના કારણે રાજ્યપાલ  નારાજ થઈ ગયા અને સત્રને સંબોધ્યા વિના જ ગૃહમાંથી નીકળી ગયા હતા.

(2:17 PM IST)