<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

‘વાયરસે' શેરબજાર પાડયું: લોકોનાં ૧૦ લાખ કરોડ સ્‍વાહા

ચીની વાયરસ HMPVના આતંકથી શેરબજારમાં દહેશતનું મોજુ ફરી વળ્‍યું : ઈન્‍ટ્રા-ડે સેન્‍સેકસ ૧૩૦૦ પોઈન્‍ટ તુટયોઃ નીફટી ૨૩૬૦૦ની નીચેઃ જબરી વેંચવાલીઃ મીડકેપ-સ્‍મોલકેપમાં કડાકો

નવી દિલ્‍હી, તા.૬: ચીનમાં વાયરસ ફાટી નીકળવાના અહેવાલો વચ્‍ચે, ભારતનો પ્રથમ ણ્‍પ્‍ભ્‍સ્‍ કેસ બેંગલુરુમાં નોંધાયો છે. જેના કારણે શેરબજારમાં હલચલ મચી ગઈ હતી. BSE સેન્‍સેક્‍સ ૧૨૦૦ પોઈન્‍ટથી વધુ તૂટ્‍યો છે. નિફટીમાં લગભગ ૧.૪%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્‍સેક્‍સ સવારે ઉછાળા સાથે ખુલ્‍યો હતો પરંતુ ભારતમાં HMPV નો પ્રથમ કેસ નોંધાતા રોકાણકારો સ્‍તબ્‍ધ થઈ ગયા હતા. ઈન્‍ડિયા VIX એ મિડ- અને સ્‍મોલ-કેપ શેરો તેમજ તમામ ક્ષેત્રોમાં વ્‍યાપક વેચાણ પર ૧૩% ઉછળ્‍યો. સેન્‍સેક્‍સ૧૩૦૦ પોઈન્‍ટથી વધુ ઘટીને ૭૭૯૩૧ની દિવસની નીચી સપાટીએ પહોંચ્‍યો હતો, જયારે નિફટી ૨૩,૬૦૦ના સ્‍તરની નજીક સરકી ગયો હતો. આ લખાય છે ત્‍યારે સેન્‍સેક્‍સ૧૧૨૪ ઘટીને ૭૮૦૯૮ અને નિફટી ૩૭૩ ઘટીને ૨૩૬૩૧ ઉપર ટ્રેડ કરે છે આ ઘટાડાને કારણે શેરબજારના રોકાણકારોને રૂ. ૧૦ લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. મિડકેપ અને સ્‍મોલકેપ શેર્સમાં જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. ભ્‍લ્‍શ્‍ બેંકો, રિયલ એસ્‍ટેટ શેરો અને તેલ અને ગેસ શેરોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. બેન્‍ક ઓફ બરોડા, પીએનબી અને કેનેરા બેન્‍કમાં ૪ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્‍યો હતો. દિગ્‍ગજ HDFC બેંક, રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ (RIL) અને કોટક મહિન્‍દ્રા બેંકમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આવો તમને એ પણ જણાવીએ કે આ HMPV વાયરસના કારણે શેરબજારમાં કેવા પ્રકારનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

PSU બેન્‍કો, રિયલ એસ્‍ટેટ અને ઓઇલ એન્‍ડ ગેસ શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. યુનિયન બેંક ઓફ ઈન્‍ડિયામાં સૌથી વધુ ૭પ્‍નો ઘટાડો થયો હતો જયારે બેંક ઓફ બરોડા, HPCL, BPCL, ટાટા સ્‍ટીલ, અદાણી એનર્જી સોલ્‍યુશન્‍સ અને ૪-૫%નો ઘટાડો નોંધાયો હતો. એચડીએફસી બેંક, રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ (આરઆઇએલ) અને કોટક મહિન્‍દ્રા બેંક સેન્‍સેક્‍સ પર સૌથી વધુ નુકસાનકર્તાઓમાં હતા. સપ્તાહના પ્રથમ દિવસે, રોકાણકારો ત્રીજા ક્‍વાર્ટરના પરિણામો તેમજ યુએસમાં ડોનાલ્‍ડ ટ્રમ્‍પના બીજા કાર્યકાળ અને ભૌગોલિક રાજકીય મુદ્દાઓ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી રહ્યા હતા જયારે ભારતમાં ણ્‍પ્‍ભ્‍સ્‍દ્ગટ પહેલો કેસ મળી આવ્‍યો હોવાના સમાચારે તેઓને સ્‍તબ્‍ધ કરી દીધા હતા.

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, બેંગલુરુમાં ૮ મહિનાના બાળકમાં HMPV મળી આવ્‍યો છે. ત્‍ઘ્‍પ્‍ય્‍ પણ બે કેસની પુષ્ટિ કરી છે. જેમાં ૩ મહિનાની છોકરી અને ૮ મહિનાનો છોકરો સામેલ છે. જોકે, સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયનું કહેવું છે કે આ કોઈ નવો વાયરસ નથી. હવામાનમાં ફેરફારને કારણે આ કેસોમાં વધારો થાય છે. કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયે લોકોને ખાતરી આપી છે કે ચિંતાનું કોઈ કારણ નથી. ભારત વિવિધ ચેનલો દ્વારા વૈશ્વિક ણ્‍પ્‍ભ્‍સ્‍ પરિસ્‍થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.(રર.૧પ)

(3:18 PM IST)