હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શ્રીનગરમાં ગુંગળાઇ જવાથી એક જ પરિવારના ૫ ના મોત
૫ ના એક સપ્તાહમાં ગુંગળાઇ જવાથી રાજયમાં કુલ ૧૦ મોત

જમ્મુઃ એકજ સપ્તાહમાં ૧૦ લોકોના ગુંગળાઇ જવાથી થયેલ મોતોએ કાશ્મીરને હચમચાવી દીધું છે. ગયા અઠવાડીયે કુલગામ માં એક માતા પુત્રના ગુંગળાઇ જવાથી મોત થયા હતા ડોડામાં ત્રણ મિત્રોના અને ગઇકાલે મોડી રાત્રે શ્રીનગરમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત પણ આ કારણે થયા હતા. મળતી માહિતી અનુસાર, આ પિડીત પરિવાર, રૂમમાં હીટીંગ ગેઝેટ (બ્લોઅર) ચલાવીને સુઇ ગયો હતો. પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો બધાના શબ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયાછે. જયારે પોલીસઆ ઘટનાની તપાસમાહં લાગી ગઇ છે. અધિકારીઓ અનુસાર, મૃતકોના માતા-પિતા અને તમના બે સગીર બાળકો અને ૨૮ દિવસ પહેલાજ જન્મેલ એક બાળક સામેલ છે. પરિવારના મુખ્ય સભ્યની ઓળખ એજાજ એહમદ ભટ્ટ તરીકે થઇ છે. તે એક ખાનગી હોટલ લલિત ગ્રાન્ડ પેલેસમાં રસોઇયો હતો. તે મુળ બારામુલ્લા જીલ્લાના ઉડીનો રહીશ હતો પણ છેલ્લા બે મહિનાથી અહી ભાડે રહેતો હતો. કાશ્મીરમાં શીયાળાની ઠંડી રાતોમાં હીટીંગ ઉપકરણોના ઉપયોગે સુરક્ષા સંબંધી ચિંતાઓ વધારી દીધી છે. અધિકારીઓએ ચેતવણી આપી છે. કે હિટિંગ, ગેઝેટસના અનિયંત્રીત ઉપયોગથી કાર્બન મોનોકસાઇડનું લેવલ વધી શકે છે. તેમનાથી રૂમમાં ઓકસીજન ઘટી જાય છે. અને તેના લીધે ગુંગળાઇ જવાની સમસ્યા ઉત્પન થઇ શકે છે. હાલમાં જમ્મુકાશ્મીરના ડોડા જીલ્લાના ભદ્રવાહમાં નવા વર્ષની ઉજવણી કરવા આવેલ ત્રણ યુવકોના આવી જ રીતે મોત થયા હતા ત્રણે એક ગેસ્ટ હાઉસમાં મૃત મળી આવ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
