<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

અનશન પર બેઠેલા પીકેને પોલીસે વહેલી સવારે ઉઠાવી લીધાઃઅધિકારીઓએ તેમને માર્યો હતો લાફો

પટનાઃ પ્રશાંત કિશોરને જામીન મળ્‍યા બાદ પણ તેની મુશ્‍કેલીઓ ઓછી થઈ રહી નથી. કોર્ટે પ્રશાંત કિશોરને રૂ. ૨૫,૦૦૦ના અંગત બોન્‍ડ પર જામીન આપ્‍યા હતા અને બોન્‍ડ ચૂકવવા જણાવ્‍યું હતું. તેમજ શરતમાં કહેવામાં આવ્‍યું છે કે તમે કોઈપણ સંજોગોમાં પ્રતિબંધિત વિસ્‍તારમાં વિરોધ નહીં કરો. જો પ્રશાંત કિશોર આ બોન્‍ડ નહીં ચૂકવે તો કોર્ટ ફરીથી નક્કી કરશે કે તેની સાથે શું કરવું?

પીકેના વકીલે કહ્‍યું કે પ્રશાંત કિશોરને રૂ. ૨૫,૦૦૦ના અંગત બોન્‍ડ પર જામીન મળ્‍યા છે. પ્રશાંત કિશોરે કહ્‍યું કે મારે શરતી જામીન નથી જોઈતા. કોર્ટે SDJM આરતી ઉપાધ્‍યાયને શરતી જામીન આપ્‍યા હતા. સ્‍પષ્ટપણે કહેવામાં આવ્‍યું હતું કે ભવિષ્‍યમાં અમે એવું કોઈ કામ નહીં કરીએ જેના કારણે સામાન્‍ય લોકોને ફરી મુશ્‍કેલીનો સામનો કરવો પડે. પીકે આ શરત સાથે જામીનના બોન્‍ડ ન ભરવા પર અડગ રહ્‍યા. બોન્‍ડ ન ભરવાના કિસ્‍સામાં પીકેને જેલમાં જવું પડી શકે છે.બિહાર પબ્‍લિક સર્વિસ કમિશન (BPSC)ની પરીક્ષા રદ કરવાની માંગને લઈને પટનાના ગાંધી મેદાનમાં આમરણાંત ઉપવાસ પર બેઠેલા જન સૂરજ પાર્ટીના સંસ્‍થાપક પ્રશાંત કિશોરની આજે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસકર્મીઓએ તેમને અને તેમના સમર્થકોને વિરોધ સ્‍થળ પરથી હટાવ્‍યા હતા. કિશોરના સમર્થકોના જણાવ્‍યા અનુસાર, પોલીસ તેને મેડિકલ તપાસ માટે પટનામાં ઓલ ઈન્‍ડિયા ઈન્‍સ્‍ટિટયૂટ ઑફ મેડિકલ સાયન્‍સ (AIIMS) લઈ ગઈ હતી.

પટના જિલ્લા મેજિસ્‍ટ્રેટ ચંદ્રશેખર સિંહે પીટીઆઈને કહ્‍યું, હા, ગાંધી મેદાનમાં હડતાળ પર બેઠેલા કિશોરો અને તેમના સમર્થકોની પોલીસે સોમવારે સવારે ધરપકડ કરી હતી. તેમને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમણે કહયું કે તેમનો વિરોધ ઁગેરકાયદેસરઁ હતો કારણ કે તેઓ પ્રતિબંધિત સ્‍થળની નજીક વિરોધ કરી રહ્‍યા હતા.

અન્‍ય એક અધિકારીએ જણાવ્‍યું કે કિશોર ગાંધી મેદાનમાં મહાત્‍મા ગાંધીની પ્રતિમા પાસે પ્રતિબંધિત સ્‍થળે વિરોધ કરી રહ્‍યા હતા, જેના કારણે પોલીસે તેમની સામે કેસ નોંધ્‍યો છે. ઉમેદવારો BPSP દ્વારા ૧૩ ડિસેમ્‍બરે આયોજિત પરીક્ષા રદ કરવાની માંગ કરી રહયા છે. કિશોરે ઉમેદવારોના સમર્થનમાં ૨ જાન્‍યુઆરીએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા

(4:40 PM IST)