<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

મધ્યપ્રદેશના સાગરમાં ટ્રક અને એસયુવી વચ્ચે અકસ્માત: ચાર લોકોના મોત:ત્રણ લોકો ઘાયલ

છતરપુર રોડ પર હીરાપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત

મધ્યપ્રદેશના સાગરમાં મોટો અકસ્માત, ટ્રક અને એસયુવી વચ્ચે અથડામણ; જેમાં ચાર લોકોના મોત અને ત્રણ ઘાયલ થયા હતા મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં સોમવારે ગાઢ ધુમ્મસના કારણે એક ટ્રક અને એસયુવી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે.

  શાહગઢ પોલીસ સ્ટેશનના પ્રભારી સંદીપ ખરેના જણાવ્યા અનુસાર, આ અકસ્માત સાગર-છતરપુર રોડ પર હીરાપુર ગામ પાસે થયો હતો. સાગરમાં માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા.મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં સોમવારે ગાઢ ધુમ્મસના કારણે એક ટ્રક અને એસયુવી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે

  . 

. બીજી તરફ ધુમ્મસના કારણે ભીંડમાં પણ એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. અહીં ઉમરી પોલીસ સ્ટેશન હેઠળના સુખવાસીના પુરા ઘાટ તરફ જઈ રહેલું ટ્રેક્ટર ધુમ્મસમાં કાબૂ બહાર જઈને ઝાડ સાથે અથડાયું હતું. ટ્રેક્ટરની ટક્કરથી ચાલકનું મોત થયું હતું

(6:44 PM IST)