News of Monday, 6th January 2025
શેરબજારે રોકાણકારોને રોવડાવ્યા :એક જ દિવસમાં 11 લાખ કરોડનું નુકસાન: સેન્સેક્સ 1258 પોઈન્ટ ઘટ્યો
શેરબજારમાં આજે જોરદાર ઘટાડો:કોરોના જેવા નવા HMPV વાયરસના ખતરા, ત્રિમાસિક પરિણામો અંગે વધતી આશંકા અને નબળા વૈશ્વિક સંકેતોને કારણે દલાલ સ્ટ્રીટ પર માઠીઅસર : સેન્સેક્સ 1,258 પોઈન્ટના ઘટાડા સાથે બંધ:નિફ્ટી ડાઈવ લઈને 23,600ની નજીક

મુંબઈ : ભારતીય શેરબજારમાં આજે 6 જાન્યુઆરીએ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. દેશમાં કોરોના જેવા નવા HMPV વાયરસના ખતરા, ત્રિમાસિક પરિણામો અંગે વધતી આશંકા અને નબળા વૈશ્વિક સંકેતોને કારણે દલાલ સ્ટ્રીટ પર અરાજકતાનું વાતાવરણ હતું. સેન્સેક્સ 1,258 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ડાઈવ લઈને 23,600ની નજીક આવી ગયો હતો.
આ જંગી ઘટાડાને કારણે રોકાણકારોને એક જ દિવસમાં લગભગ 10.83 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બ્રોડર માર્કેટની હાલત વધુ ખરાબ હતી. BSE મિડકેપ ઇન્ડેક્સ 2.44 ટકા ઘટ્યો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 3.17 ટકા ઘટ્યો. બીએસઈના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ પણ લાલ નિશાનમાં બંધ થયા છે. યુટિલિટી, મેટલ, રિયલ્ટી, પાવર અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો.
ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 1,258.12 પોઈન્ટ્સ અથવા 1.59 ટકાના ઘટાડા સાથે 77,964.99 પર બંધ રહ્યો હતો. જ્યારે NSEનો 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 388.70 પોઈન્ટ અથવા 1.62 ટકા ઘટીને 23,616.05 ના સ્તર પર બંધ થયો હતો.
BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આજે 6 જાન્યુઆરીએ ઘટીને રૂ. 439.03 લાખ કરોડ થયું હતું, જે તેના અગાઉના ટ્રેડિંગ ડે એટલે કે શુક્રવાર, 3 જાન્યુઆરીએ રૂ. 449.78 લાખ કરોડ હતું. આ રીતે, BSE માં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે લગભગ 10.83 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂ. 10.83 લાખનો ઘટાડો થયો છે
જ્યારે સેન્સેક્સના બાકીના 27 શેર આજે નુકસાન સાથે બંધ થયા હતા. તેમાં પણ ટાટા સ્ટીલના શેર 4.41 ટકાના ઘટાડા સાથે ટોપ લૂઝર રહ્યા હતા. જ્યારે એનટીપીસી, કોટક મહિન્દ્રા બેંક, પાવર ગ્રીડ અને ઝોમેટોના શેરમાં 2.95 ટકાથી 3.65 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
BSE સેન્સેક્સના 30 માંથી 3 શેર લીલા રંગમાં એટલે કે ઉછાળા સાથે બંધ થયા. આમાં ટાઇટનના શેરમાં સૌથી વધુ 0.60 ટકાનો વધારો થયો હતો. આ પછી HCL ટેક અને સન ફાર્માના શેર અનુક્રમે 0.26 ટકા અને 0.01 ટકાના વધારા સાથે બંધ થયા હતા
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર આજે ઉછાળા સાથે બંધ થતા શેરોની સંખ્યા વધુ હતી. એક્સચેન્જમાં આજે કુલ 4,244 શેરનું ટ્રેડિંગ થયું હતું. તેમાંથી 657 શેર ઉછાળા સાથે બંધ થયા હતા. 3,471 શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 116 શેર કોઈ વધઘટ વગર સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય આજે ટ્રેડિંગ દરમિયાન 176 શેર તેમની 52 સપ્તાહની નવી ટોચે પહોંચ્યા હતા. જ્યારે 113 શેર તેમની 52 સપ્તાહની નવી નીચી સપાટીએ પહોંચ્યા હતા.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
