<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

૨૧થી ૩૧ જાન્યુઆરી સુધી શુક્ર,મંગળ,ગુરુ,શનિ, યુરેનસ તથા નેપચ્યૂન એક સાથે જોવા મળશે

મંગળ ગ્રહ સૌથી ચમકીલો જોવા મળશે. તે સૂર્યાસ્ત સમયે પૂર્વ દિશામાં ઉગશે અને સંપૂર્ણ રાત્રિ દરમિયાન જોવા મળશે

ન્યૂયોર્ક: નાસાના જણાવ્યા પ્રમાણે આકાશમાં ૨૧ થી ૩૧ જાન્યુઆરી સુધી (૧૦ દિવસ) રાત્રે ૮-૩૦ થી ૧૧-૩૦ દરમિયાન એક દૂર્લભ ખગોળીય ઘટના બનવાની છે. જેમાં શુક્ર, મંગળ, ગુરુ, શનિ, યુરેનર અને નેપ્ચ્યુન ગ્રહ એક- બીજાથી કરોડો કિલોમીટર દૂર હોવા છતાં આ ૬ ગ્રહો એક સાથે લાઇનમાં પુરી દુનિયામાં જોવા મળશે. તેમાં ચાર ગ્રહો શુક્ર, મંગળ, ગુરુ અને શનિ નરી આંખે જોઈ શકાશે, જ્યારે નેપચ્યૂન અને યૂરેનસને જોવા માટે દૂરબીનની જરૂરત પડશે. આ ઘટનાને “ગ્રહો” ની પરેડ કહેવામાં આવે છે.

આ ઘટના ફરી ૮ માર્ચે જોવા મળશે :- તેમાં ૭ ગ્રહ મંગળ, ગુરુ, યૂરેનસ ,શુક્ર, નેપચ્યૂન, શનિ,બુધ એક સાથે લાઈનમાં જોવા મળશે. આ પ્રકારની બંને ઘટનાઓમાં મંગળ ગ્રહ સૌથી ચમકીલો જોવા મળશે. તે સૂર્યાસ્ત સમયે પૂર્વ દિશામાં ઉગશે અને સંપૂર્ણ રાત્રિ દરમિયાન જોવા મળશે, સૂર્યાદય સમયે પશ્ચિમ દિશામાં અસ્ત થતો જોવા મળશે.

(8:48 PM IST)