<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

ડબ્બામાંથી પડી ગયેલા મુસાફરને લેવા માટે ટ્રેન 1 કિમી રિવર્સમાં દોડી: મહારાષ્ટ્રમાં વિચિત્ર ઘટના

રેલવેએ માનવતાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું :ઘાયલ મુસાફરને લેવા માટે ટ્રેને પોતાની દિશા બદલી અને કેટલીય ટ્રેનો તેના કારણે પ્રભાવિત થઈ:મુસાફરનું સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું.

નવી દિલ્હી : રેલવેએ માનવતાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. જ્યાં ડબ્બામાંથી પડી ગયેલા એક મુસાફરને લેવા માટે ટ્રેન અડધો કિમીથી વધારે રિવર્સમાં ગઈ. આ ઘટના મહારાષ્ટ્રમાં બની છે. જોકે દુ:ખદ વાત એ છે કે જે ઘાયલ મુસાફરને લેવા માટે ટ્રેને પોતાની દિશા બદલી અને કેટલીય ટ્રેનો તેના કારણે પ્રભાવિત થઈ, આ મુસાફરનું સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું.

   એક અહેવાલ મુજબ ડબ્બામાંથી પડી ગયેલા મુસાફરનું નામ સરવર શેખ હતું. ઉત્તર પ્રદેશના શેખની ઉંમર 30 વર્ષ હતી. તપોવન એક્સપ્રેસ ટ્રેનના મનમાડ જંક્શન પહોંચ્યા બાદ તે ડબ્બામાંથી પડી ગયો હતો. મંડલ રેલ પ્રબંધક ઈતિ પાંડેનું કહેવું છે કે, 'ટ્રેનના લોકો પાયલટે કંટ્રોલરથી મંજૂરી લીધી અને ઘાયલ મુસાફરને લઈને માટે ગાડી રિવર્સમાં ચલાવી દીધી.'

   આ ઘટના શનિવાર સવારે 11 વાગ્યાની છે. હકીકતમાં જોઈએ તો, કોઈ મુસાફરે ઈમરજન્સી ચેન ખેંચી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, 'ટ્રેન ગાર્ડ એસએસ કદમને મુસાફરો પાસેથી જાણવા મળ્યું કે, એક યુવક ત્રીજા ડબ્બામાંથી પડી ગયો છે. કદમે લોકો પાયલટ એમએસ આલમ સાથે સંપર્ક કર્યો. બાદમાં આલમે કંટ્રોલરનો સંપર્ક કર્યો અને પાછળ જવાની પરવાનગી માગી.'

  ત્યારબાદ તપોવન એક્સપ્રેસની પાછળ આવી રહેલી માલગાડીને એક સ્ટેશન પહેલા જ રોકી દીધી. જેથી ટ્રેન માટે જગ્યા તૈયાર કરી શકે. ટ્રેનમાં બેઠેલા મુસાફરોની મદદથી શેખને શોધી કાઢ્યો.

ત્યારબાદ આ ટ્રેન મનમાડ સ્ટેશને પહોંચી. ત્યાંથી રેલવેના અધિકારીઓએ શેખને હોસ્પિટલે લઈ જવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દીધી હતી. તેને હોસ્પિટલે પહોંચાડ્યા બાદ ટ્રેન નાંદેડ જવા નીકળી ગઈ

(10:01 PM IST)