આવી ગયો ફળોનો રાજાઃ કોંકણની હાફુસનું મુંબઈમાં આગમન
આ વર્ષે મેંગોની સિઝન શરૂ થવામાં થોડા દિવસો બાકી છે ત્યારે આ સીઝનની કેસર કેરીનું પ્રથમ બોક્સ એપીએમસી ફ્રૂટ માર્કેટમાં આવી ગયું

મુંબઇ, તા.૭: કેરીની સિઝન જાય નહીં ત્યાં તો કેરીના રસિયાઓ આગામી વર્ષે કેરી કયારે આવશે તેની માટે તલપાપડ થવા માંડે છે. સામાન્ય રીતે કેસર અને હાપુસ કેરીઓ વધુ પસંદ કરવામાં આવે છે અને ભાવ વધુ હોવા છતાં પણ આ કેરીની ખરીદી કરવામાં આવે છે જો કે, આ વર્ષે મેંગોની સિઝન શરૂ થવામાં થોડા દિવસો બાકી છે ત્યારે આ સીઝનની કેસર કેરીનું પ્રથમ બોક્સ એપીએમસી ફ્રૂટ માર્કેટમાં આવી ગયું છે. મુંબઈમાં કેરીના આગમન બાદ આ સિઝનના પ્રથમ બોક્સ ટૂંક સમયમાં પુણેના બજારમાં આવશે.
મુંબઈમાં કેસર કેરીનુ આગમન દર વર્ષે ડિસેમ્બર, જાન્યુઆરીમાં થાય છે ત્યાર બાદ ફેબ્રુઆરી-માર્ચ મહિનાથી કેરી મળવા લાગે છે. આ વર્ષે વરસાદના કારણે કેરી મોડી આવી છે. કોંકણની કેરીનું બોક્સ સોમવારે નવી મુંબઈના ખ્ભ્પ્ઘ્ માર્કેટમાં આવ્યું હતું. કેરીના પ્રથમ બોક્સના આગમન બાદ તેની પૂજા પણ કરવામાં આવી હતી.
આ વર્ષે વરસાદ સારો રહયો હતો. જોકે, ત્યારબાદ કમોસમી વરસાદ થયો હતો. જેના કારણે બજારમાં કેરી મોડી આવી છે, તેથી હવે આ વર્ષ કેરીની સિઝન પણ મોડી શરૂ થશે. આ વર્ષે માર્ચ મહિનાથી કેરીની સિઝન શરૂ થશે.
કોંકણની હાપુસ કેરી દુનિયાભરમાં વખણાય છે. તેનો સ્વાદ પણ અન્ય કેરીઓથી અલગ અને નિરાળો હોય છે. લોકો હાફુસ ખાવા આતુર હોય છે. પરંતુ આ વર્ષે હાફુસને બદલે કેસર કેરીની સિઝન શરૂ થઈ છે. દેવગઢના ખેડૂત તેને વેચાણ માટે મુંબઈ લાવ્યા છે. ૨૦૨૫ની સીઝન માટે કેસર કેરીનું આ પ્રથમ બોક્સ છે. આ કેરીઓ કોંકણના દેવગઢ તાલુકાના ખેડૂત શકીલ મુલ્લાના ખેતરની છે. આ બોક્સની કિંમત ૧૫,૦૦૦ થી ૧૬,૦૦૦ રૂપિયાની આસપાસ રહેવાની શકયતા છે.
કેરીની સિઝનમાં મુહૂર્તનું વિશેષ મહત્વ હોય છે. આ વર્ષે પ્રથમ સન્માન હાપુસ કેરીને બદલે ‘કેસર' કેરીએ મેળવ્યું છે. માર્ચ મહિનાથી કેરીની આવક વધવાની શકયતા છે. ટૂંક સમયમાં હાપૂસ કેરીના બોક્સ પણ આવશે.
આ સિઝનમાં કેરીનું પહેલું બોક્સ કોણ ખરીદશે તેના પર સૌનું ધ્યાન છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
