HMPVમાં કોવિડ જેવા લક્ષણ છે પણ એ જીવલેણ નથી
હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર વિભાગે HMPVના સંક્રમણથી વ્યાપક વિક્ષેપ ઊભો થવાની કોઈ શક્યતા ન હોવાનું જણાવ્યું

નવી દિલ્હી, તા.૭: કોરોના જેવો HMPV ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો હોવાના સમાચાર આવવા માંડ્યા બાદ ભારત સહિત આખી દુનિયામાં ગભરાટ ફેલાઈ રહ્યો છે. જોકે એક્સપર્ટ્સનું કહેવું છે કે HMPVનું સંક્રમણ થયા બાદ દરદીમાં કોરોના જેવાં લક્ષણ જોવા મળે છે, પણ આ વાઇરસ જીવલેણ નથી એટલે ગભરાવાની જરાય જરૂર નથી.
ગ્લોબલ મીડિયા એજન્સીઓમાં ચીનના ઉત્તર ભાગમાં HMPV ઝડપથી ફેલાઈને ૧૪ વર્ષથી નાનાં બાળકોને સંક્રમિત કરી રહ્યો હોવાના સમાચાર આવી રહ્યા છે. એ ઉપરાંત સોશ્યલ મીડિયામાં પુષ્ટિ કરવામાં ન આવી હોય એવી હોસ્પિટલો અને સ્મશાનોમાં મોટા પ્રમાણમાં દરદીઓ અને મૃતદેહો હોવાના સમાચાર ફેલાઈ રહ્યા છે. એ જોઈને ફરી કોરોના જેવી સ્થિતિ ઊભી થઈ હોવાનું લાગે છે, પણ ભારતના હેલ્થ-એક્સપર્ટ્સ અને કેન્દ્ર સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર વિભાગે HMPVના સંક્રમણથી વ્યાપક વિક્ષેપ ઊભો થવાની કોઈ શક્યતા ન હોવાનું જણાવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
