<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

હિમાચલ પ્રદેશના મંડીમાં 3.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા : લોકોમાં ફફડાટ

ભૂકંપનું કેન્દ્ર ઊંડાઈ 5 કિલોમીટર જમીનની નીચે : ભૂકંપના કારણે જાનમાલના નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી નથી

હિમાચલ પ્રદેશના મંડીમાં મંગળવારે ભૂકંપના આંચકા નોંધાયા હતા. ભૂકંપ સાંજે 5:14 કલાકે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 આંકવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર પાંચ કિલોમીટર ભૂગર્ભમાં માપવામાં આવ્યું હતું. હાલમાં આ આંચકાઓને કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી .

(7:40 PM IST)