News of Tuesday, 7th January 2025
તિબેટમાં ભૂકંપની તબાહી: મૃત્યુઆંક 126 થયો:માઉન્ટ એવરેસ્ટનો બેઝ કેમ્પ પણ ધ્રૂજ્યો:ચીનની વાયુસેના અને સેનાએ ઓપરેશન સંભાળ્યું

તિબેટના એક વિસ્તારમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 100 થઈ ગયો છે. આ ભૂકંપના આંચકા સમગ્ર હિમાલયમાં નેપાળ, ભૂટાન અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં પણ અનુભવાયા હતા. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, 7.1ની તીવ્રતાનો ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે 9:05 વાગ્યે 10 કિલોમીટર (6.2 માઇલ) ની ઊંડાઈએ આવ્યો હતો અને ત્યારબાદ 40 થી વધુ આફ્ટરશોક્સ આવ્યા હતા. ભૂકંપના બળે હિમાલયના ગામોમાં ઘરો તોડી નાખ્યા, નજીકના તિબેટીયન પવિત્ર શહેરને હચમચાવી નાખ્યું અને માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ પર પણ આંચકા અનુભવાયા.
200 થી વધુ લોકો ઘાયલ છે, જેમની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડ્રોનની મદદથી કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ત્યાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. ચીની સેના બચાવ અભિયાન ચલાવી રહી છે. મંગળવારે સવારે 6.35 કલાકે સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. 7.1ની તીવ્રતાના આ ભૂકંપના કારણે પંજાબ, હરિયાણા, હિમાચલ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોના લોકો વહેલી સવારે ગભરાટમાં આવી ગયા હતા. આસામથી લઈને બિહાર, મધ્યપ્રદેશ અને ઝારખંડમાં પણ અનુભવાયો હતો. માત્ર ભારત જ નહીં નેપાળ, બાંગ્લાદેશ અને ચીન પણ આ ભૂકંપની ઝપેટમાં આવી ગયા છે.
ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે મધદરિયે ઠંડી વચ્ચે ઘરમાં સૂતા લોકોની ઊંઘ ઉડી ગઈ હતી. કેટલાક વિસ્તારોમાં લોકો ભયથી ધ્રૂજતા જોવા મળ્યા હતા. હવે માહિતી સામે આવી રહી છે કે ભૂકંપના કારણે ચીનના તિબેટ ક્ષેત્રમાં 95 લોકોના મોત થયા છે. એક કલાકમાં પાંચ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર ભારતમાં ન હતું. તેનું કેન્દ્ર પડોશી દેશો નેપાળ અને ચીનની સરહદ પર જમીનથી લગભગ 10 કિલોમીટર નીચે હોવાનું કહેવાય છે.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
