News of Wednesday, 8th January 2025
લગ્નની વર્ષગાંઠ પર ફરવા ગયા, જમ્યા, વિડિયો બનાવ્યો અને...પતિ-પત્નિએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી

મુંબઈ, તા.૮: મહારાષ્ટ્રના નાગપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નાગપુરના જરીપટકા પોલીસ સ્ટેશન હેઠળના માર્ટિન નગરમાં લગ્નની વર્ષગાંઠ પર એક યુગલે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પતિ-પત્ની બંને છેલ્લા ચાર-પાંચ વર્ષથી બેરોજગાર હતા અને તેમને કોઈ સંતાન નહોતું, જેના કારણે તેઓ નિરાશ હતા. માનવામાં આવે છે કે આ કારણે બંનેએ પોતાના જીવનનો અંત લાવ્યો હતો. આત્મહત્યા કરતા પહેલા બંનેએ એક વીડિયો પણ બનાવ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મળતકનો પતિ જરીલ ઉર્ફે ટોની ઓસ્કર મોનક્રિપ (૫૪) ચાર વર્ષ પહેલા એક હોટલમાં શેફ હતો. તે બહુ ભણેલા ન હતા. જ્યારે પત્ની એની મોનક્રિપ (૪૫) ગળહિણી હતી. તેમના લગ્નને ૨૬ વર્ષ થયા હતા. પરંતુ તેમ છતાં બંનેને કોઈ સંતાન ન હતું. બેરોજગારી અને નિઃસંતાનતાને કારણે બંને પતિ-પત્ની તણાવમાં હતા.
બંને સોમવારે રાત્રે તેમની વર્ષગાંઠ નિમિત્તે બહાર ગયા હતા. બંને બહાર જમ્યા અને ઘરે પરત ફર્યા. સોમવારે રાત્રે પતિ-પત્નીએ તેમના સંબંધીઓ સાથે ફોન પર વાત કરી અને તેમને કહ્યું કે બધું બરાબર છે.
ત્યારપછી મંગળવારે સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ પત્ની એનીએ એક વીડિયો બનાવી સંબંધીઓ અને પરિચિતોને તેના સંબંધીના લગ્ન મુલતવી ન રાખવા વિનંતી કરી હતી. આ પછી બંનેએ ઘરની છત પર દોરડાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. બંનેએ અંતિમ ક્ષણોમાં લગ્નના કપડા પહેર્યા હતા.
બીજા દિવસે સવારે ૧૦ વાગ્યા પછી પણ ઘરમાં કોઈ હિલચાલ ન થતાં પાડોશમાં રહેતી મહિલા તેના ઘરે ગઈ હતી. જોકે, લાંબા સમય સુધી દરવાજો ખખડાવ્યા બાદ પણ અંદરથી કોઈ જવાબ ન મળતાં મહિલાએ બારીમાંથી અંદર જોયું તો પતિ-પત્ની લટકેલા જોયા હતા.આ પછી તેણે તરત જ પાડોશીઓ અને પોલીસને જાણ કરી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી પંચનામા કરી બંને મળતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
