News of Wednesday, 8th January 2025
અમેરિકાનું પ૧મું રાજ્ય બનાવવા ટ્રમ્પે બે નકશા શેર કર્યાઃ કેનેડાનો યુએસમાં સમાવેશ દર્શાવ્યો
કેનેડીયન નેતાઓએ વિરોધ કરી જવાબો આપવાનું શરૂ કર્યુ

ન્યુયોર્ક, તા.૮: કેનેડા વિશે સતત નિવેદનો આપી રહેલા ટ્રમ્પને જસ્ટિન ટ્રુડો એ પ્રથમ વખત જવાબ આપ્યો છે. રાજીનામાની જાહેરાત કરનાર કેનેડાના પીએમ ટ્રુડોએ કહ્યું છે કે કેનેડા અમેરિકાનો હિસ્સો બનવાની કોઈ શકયતા નથી.
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં હાયપરએક્ટિવ મોડમાં છે. તેમણે શપથ લેતા પહેલા જ પોતાના એજન્ડા પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેમના ઈરાદા સ્પષ્ટ છે કે તેઓ કેનેડાને અમેરિકાનું ૫૧મું રાજ્ય બનાવવા માટે મક્કમ છે.
આ અંગે તેમને હવે બે નકશા પણ શેર કર્યા છે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બે નકશા શેર કર્યા છે. આમાંથી એક નકશામાં તેમણે કેનેડાને અમેરિકામાં બતાવ્યું છે, જ્યારે બીજા નકશામાં તેમણે કેનેડાને લઈને પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો છે, જેને લઈને હવે વિવાદ શરૂ થઈ ગયો છે અને કેનેડાના નેતાઓએ ટ્રમ્પને જડબાતોડ જવાબો આપવાનું શરૂ કરી દીધું છે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
