<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

લાહોરના ગદાફી સ્ટેડિયમ સહિત પાકિસ્તાનના ત્રણ સ્ટેડિયમના કામ હજી અધુરા છે: ૨૫ ડિસેમ્બર સુધીની મોહલત આઈસીસીએ આપી: ૧૦ ફેબ્રુઆરીથી શરૂ થનાર ચેમ્પિયન્સ ટ્રોફી અન્યત્ર ખસેડાય તો નવાઈ નહીં


મળતી વિગતો મુજબ પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી રમાડી શકે તેવી સ્થિતિમાં
નથી. અહેવાલો મુજબ હજુ સુધી પાકિસ્તાનના ૩૫,૦૦૦ પ્રેક્ષકોની કેપેસિટી
વાળા લાહોરના ગદાફી સ્ટેડિયમ સહિત ૩  સ્ટેડિયમનું કામ અધૂરું છે. નિર્માણ
કામ હજુ પણ ચાલુ જ છે. આ ૩ સ્ટેડિયમનું નિર્માણ કાર્ય ઓગસ્ટ ૨૦૨૪ માં શરૂ
થયું હતું અને તે ૩૧ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાનું હતું. પરંતુ
પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડની અણ આવડતને લીધે
કામ અધૂરું રહ્યું છે.

આને લીધે એવું માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનને ચેમ્પિયન્સ
ટ્રોફીની યજમાની ગુમાવવી પડી શકે છે, અને જો તેમ થાય તો ચેમ્પિયન્સ
ટ્રોફી યુનાઇટેડ આરબ અમીરાત - યુએઈમાં રમાય તેવી પૂરી સંભાવના છે.

જો કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને  સ્ટેડિયમના અધૂરા કામો ૨૫ જાન્યુઆરી
સુધીમાં પૂર્ણ કરવાની અંતિમ મુદત આપવામાં આવી છે.. ત્યારબાદ આઈ સી સી ના
અધિકારીઓ  સ્ટેડિયમોની સમીક્ષા કરશે. ત્યારપછી રિપોર્ટ આપશે.

ચેમ્પિયન્સ ટ્રોફી આવતા મહિને ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. જેની પહેલી
મેચમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડન સામસામે ટકરાશે. ત્યારબાદ ભારતીય ટીમ
અને બાંગ્લાદેશ વચ્ચે ૨૨ ફેબ્રુઆરીએ મેચ રમાશે.

 

(6:35 PM IST)