News of Wednesday, 8th January 2025
તિરુપતિ મંદિરમાં નાસભાગને કારણે 6 શ્રદ્ધાળુઓ ના મોત : 150થી વધુ લોકો ઘાયલ : જુઓ વિડિઓ
તિરુપતિમાં વૈકુંઠ દ્વાર 10 દિવસ માટે દર્શન માટે ખોલાયું હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા : બૈરાગી પાટડીડા પાર્કમાં લોકોને કતારમાં ઉભા રહેવા દેવાયા ત્યારે અચાનક નાસભાગ મચી

આંધ્રપ્રદેશમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. તિરુપતિ મંદિરમાં નાસભાગને કારણે 4 લોકોના મોત થયા છે. સીએમ ચંદ્રબાબુ નાયડુએ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. ટીટીડીના અધ્યક્ષ બીઆર નાયડુએ પણ અકસ્માત પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે લોકોને સંયમ રાખવાની અપીલ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે હજારો ભક્તો દર્શન ટોકન લેવા માટે વૈકુંઠ દ્વાર પર કતારમાં ઉભા હતા. બૈરાગી પાટડીડા પાર્કમાં લોકોને કતારમાં ઉભા રહેવા દેવાયા ત્યારે અચાનક નાસભાગ મચી જવાથી અરાજકતાનો માહોલ સર્જાયો હતો. મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે, જેનું નામ મલ્લિકા હોવાનું કહેવાય છે.
આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તિરુપતિની રૂયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તિરુપતિમાં વૈકુંઠ દ્વાર 10 દિવસ માટે દર્શન માટે ખોલવામાં આવ્યું છે. જેના કારણે બુધવારે ટોકન લેવા માટે હજારો લોકોની ભીડ મંદિરમાં ઉમટી પડી હતીબુધવારે ટોકન લેવા માટે હજારો લોકોની ભીડ મંદિરમાં ઉમટી પડી હતી. ટોકનનું વિતરણ કરવા માટે કેટલાય કાઉન્ટરો બનાવવામાં આવ્યા છે. પરંતુ હજારોની ભીડ સામે આ કાઉન્ટરો ઓછા પડ્યા હતા. અકસ્માતની માહિતી મળતાં જ તિરુપતિ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે લોકોને કાબૂમાં રાખ્યા હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે ટોકન લાઈનમાં લગભગ 4 હજાર લોકો ઉભા હતા. દરમિયાન અકસ્માત બાદ મંદિર સમિતિના અધ્યક્ષ બીઆર નાયડુએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ પછી તે મીડિયાને મળશે.
3 Devotees died and more than 4 injured after #Stampede broke out at #VishnuNivasam in #Tirupati #AndhraPradesh during the issuance of Vaikuntha dwara Sarvadarshan tokens.... More details awaited pic.twitter.com/U1TXv9wOIE
— Yasir Mushtaq (@path2shah) January 8, 2025
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
