News of Wednesday, 8th January 2025
ભારત અંતરિક્ષમાં તરતા કચરાને પકડવાની સાથે ઉપગ્રહોમાં ઈધણ ભરવામાં સક્ષમ થશે
ઉપગ્રહોનો જીવનકાળ ઈધણ પર નિર્ભર હોય છે. ઈધણ ખતમ થઈ જતાં ઉપગ્રહ અંતરિક્ષ કચરો બની જાય છે

બેંગલુરુ: ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) એ અંતરિક્ષમા તરતા કાટમાલ-કચરાને ઝડપી પાડવાની દિશામાં મહત્વનો પ્રયોગ કર્યો છે. પ્રયોગ પીએસએલવી સી-૬૦ના ચોથો તબક્કામા
પીઆઈએમ-૪ની સાથે મોકલવામાં આવેલ પે-લોડ ડેબરિસ કૈપ્ચર રોબોટિક મૈન્યુપ્લેટર (ડીસીઆરએમ) દ્વારા કરવામાં આવ્યો છે. વિક્રમ સારાભાઈ અંતરીક્ષ કેન્દ્ર (વીએસએસસી) માં વિકસિત આ ઉપકરણ રોબોટિક આર્મની જેમ છે. તે અંતરીક્ષમાં તરતા કાટમાળ-કચરાની ગતિનું અનુમાન લગાવીને પકડી શકે છે. ઇસરોએ કહ્યુ કે ઉપકરણ અંતરિક્ષમાં ઑપરેશનલ ઉપગ્રહોનો જીવનકાળ વધારવાને માટે તેમાં ઈંધણની આપૂર્તિ કરી શકાય છે. તે હવામાં ઉડાન ભરતા યુધ્ધ વિમાનોમાં ઈંધણની આપૂર્તિ કરવા જેવી હશે.
ઉપગ્રહોનો જીવનકાળ ઈધણ પર નિર્ભર હોય છે. ઈધણ ખતમ થઈ જતાં ઉપગ્રહ અંતરિક્ષ કચરો બની જાય છે. આ ઉપગ્રહ કક્ષામાં ધીરે ધીરે નીચે સરકવા લાગે છે, ત્યાર પછી અંતતઃ પૃથ્વીના વાતાવરણમાં સમાઈને ભસ્મ થઈ જાય છે
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
