<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

રાજકોટની શાળાઓના બાળકોનું આરોગ્‍ય કથળ્‍યું: ૬૩ હાર્ટ પેશન્‍ટ

મ્‍યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્‍ય વિભાગ અને ખેરા મેડીકલની ટીમ દ્વારા તપાસણી કાર્યક્રમમાં ચોંકાવનારી વિગતો બહાર આવી : શાળા આરોગ્‍ય ચકાસણીમાં ઘટસ્‍ફોટઃ કિડનીના ૧૩, કેન્‍સરના ૧૭, બહેરાશના ૬, લીવર તથા અન્‍ય ૧૮ વિદ્યાર્થીઓ રોગીષ્‍ઠ માલુમ પડતા આરોગ્‍ય વિભાગ ચોંકયું

રાજકોટ, તા., ૯:  મહાનગરપાલિકાના આરોગ્‍ય વિભાગ દ્વારા શહેરી શાળા આરોગ્‍ય ચકાસણી કાર્યક્રમ યોજાયો હતો શહેરની તમામ શાળાઓના ૨,૮૬,૮૩૬ બાળકોની ચકાસણી કરાતા ચોકાવનારા આંકડાઓ બહાર આવ્‍યા છે. આ ચકાસણીમાં નાની ઉંમરમાં હૃદય રોગના લક્ષણો ધરાવતા ૬૩ બાળકો ને નોંધણી કરવામાં આવી છે અલગ અલગ શાળાઓમાં અભ્‍યાસ કરતા ૬૩ બાળકોને અત્‍યારથી હાર્ટ એટેક ના લક્ષણો જોવા મળ્‍યા છે તેના લીધે આરોગ્‍ય વિભાગે આ બાળકોના વાલીઓને આ અંગેની જાણકારી આપી જરૂરિયાત મુજબની ટ્રીટમેન્‍ટ લેવાની સૂચના સાથે આરોગ્‍ય વિભાગે પણ અન્‍ય રોગના લક્ષણો ધરાવતા બાળકો ની સારવાર સહિતના પગલાંઓ લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે મનપાનાં આરોગ્‍ય વિભાગના સૂત્રોના જણાવ્‍યા મુજબ સરકારી આદેશ બાદ દર વર્ષે શાળામાં ભણતા તમામ બાળકો નું આરોગ્‍ય ચકાસવામાં આવે છે જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની ઙ્કાથમિક તેમજ પ્રાઇમરી શાળાઓમાં ચકાસણી યાદ કરવામાં આવી હતી મહાનગરપાલિકા તેમજ અન્‍ય ૨૦ ડોક્‍ટરો અને પેરા મેડિકલ ની ટીમ દ્વારા શાળા ચકાસણી કાર્યક્રમ દરમિયાન અલગ અલગ પ્રકારના રોગના લક્ષણો ધરાવતા બાળકોની યાદી તૈયાર કરવામાં આવી હતી જેમાં જેમાં ફરી વખત હૃદય રોગના લક્ષણો  ૬૩  કીડની ૧૩, કેન્‍સર-૧૭, કાનની બહેરાશની સર્જરી-૬, થેલેસેમીયા-૪ તથા લીવર તથા અન્‍ય રોગના ૧૮  બાળકો નોંધાયા છે આથી આરોગ્‍ય વિભાગ ચોકી ઉઠ્‍યું હતું અને અને શાળાના તમામ ૨,૮૬,૮૩૬ બાળકોની યાદી તૈયાર કરી રાજ્‍ય સરકારમાં મોકલવામાં આવી છે તેમજ તેમજ અલગ અલગ પ્રકારના રોગના લક્ષણો ધરાવતા બાળકોની યાદી અલગથી તૈયાર કરી તેઓની સારવાર માટે પણ પગલાંઓ લેવાનું શરૂ કરવામાં આવ્‍યું છે.

(3:26 PM IST)