News of Thursday, 9th January 2025
જો ઘરમાં પણ આ સુવિધા હશે તો સરકાર રાશનકાર્ડ રદ્દ કરી શકે; લાભ લેવાથી થઈ શકે છે દંડ અને જેલ
દેશમાં અનેક લોકોએ નિયમો નેવે મૂકીને રાશન કાર્ડ મેળવી લીધા. જો કે હવે સરકાર દ્વારા સઘન ચેકિંગ :જાણો ઘરમાં એવી કંઈ-કઈ સુવિધા હોવા પર તમારું રાશન કાર્ડ રદ્દ થઈ શકે છે

નવી દિલ્હી :: કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવતું રાશન કાર્ડ એક અગત્યનું ડૉક્યુમેન્ટ છે. જેના થકી સરકાર દ્વારા ગરીબોને સસ્તા દરે અનાજ પુરુ પાડવામાં આવે છે. કોરોના કાળ સમયે મોદી સરકાર દ્વારા ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત 80 કરોડ લોકોને નિ:શુલ્ક રાશન પૂરુ પાડવામાં આવી રહ્યું છે. જો કે મફતમાં અનાજ મળતું હોવાથી, કેટલાક એવા લોકો પણ આ સુવિધાનો ફાયદો ઉઠાવી રહ્યા છે, જે લાયક ના હોય.
જો તમે પણ આ પૈકી એક હોવ, તો તમારે સાચવવાની જરૂર છે. હકીકતમાં સરકાર દ્વારા રાશન કાર્ડના E-KYCની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જો તમે ગેરલાયક ઠરશો, તો તમને દંડ ફટકારવામાં અને જેલમાં જવાનો વારો પણ આવી શકે છે. તો ચાલો આજે આ લેખમાં જાણીએ ઘરમાં એવી કંઈ-કઈ સુવિધા હોવા પર તમારું રાશન કાર્ડ રદ્દ થઈ શકે છે.
રાશન કાર્ડ બનાવવા માટે સૌ પ્રથમ તો તમને નિયમો વિશે ખ્યાલ હોવો જોઈએ. જો આ નિયમોનું તમે પાલન કર્યા વિના પૈસા ખવડાવીને રાશન કાર્ડ મેળવી લેશો, તો ભવિષ્યમાં તમે જ મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. અત્યારે દેશમાં અનેક લોકોએ નિયમો નેવે મૂકીને રાશન કાર્ડ મેળવી લીધા છે. જો કે હવે સરકાર સઘન ચેકિંગ કરી રહી છે. જે લોકો નિયમોનું ઉલ્લંઘન કરતાં પકડાય, તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાશન કાર્ડ ધારક પાસે કાર કે ટ્રેક્ટર, ફ્રીજ, એર કન્ડીશનર, શહેરમાં રહેતા હોવ તો વાર્ષિક આવક 3 લાખથી વધુ અને ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક 2 લાખ રૂપિયા, લાઈસન્સ વાળું હથિયાર વગેરે…જો આવી કોઈ વસ્તુ કે સુવિધા તમારી પાસે હશે, તો તમે રાશન કાર્ડ ના બનાવી શકો. જો તમે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરતા હોવ, તો એવા લોકોને પણ રાશન કાર્ડની સુવિધા નથી મળી શકતી.
આ ઉપરાંત જો તમારા પરિવારના કોઈ સભ્ય પાસે સરકારી નોકરી હોય, તો તમે પણ રાશન કાર્ડની સુવિધા મેળવવા માટે ગેરલાયક ગણાવ છો. આ સિવાય જો તમારી પાસે 100 વીઘાથી વધુ જમીન હોય તો પણ તમે રાશન કાર્ડ બનાવવા માટે યોગ્ય નથી ગણાતા.
જો તમારી પાસે ઉપર જણાવ્યા મુજબની તમામ સુવિધા અને વસ્તુઓ હોવા છતાં તમે રાશન કાર્ડ બનાવ્યું હોય અને તેનો લાભ લેતા હોવ, તો હવે જાતે જઈને તમારું કાર્ડ સરેન્ડર કરાવી શકો છે. જો સરકાર તમને રાશન કાર્ડનો ગેરલાભ ઉઠાવતા પકડશે, તો તમારે જેલ અને દંડ બન્ને સજા ભોગવવાનો વારો આવી શકે છે.
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
