<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

ગર્લફ્રેન્‍ડ સાથે રંગરેલિયા મનાવતો પતિ ઝડપાયો : પત્‍નીએ જાહેરમાં જ કરી લાફાવાળી : વીડિયો વાયરલ

એક વીડિયો સામે આવ્‍યો છે, જેમાં એક મહિલાએ રસ્‍તાની વચ્‍ચે જ તેના પતિને માર માર્યો. વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક્‍સ્‍ટ્રા મેરિટલ અફેરના કારણે એક મહિલાએ તેના પતિને રસ્‍તા વચ્‍ચે માર માર્યો હતો.

પત્‍નીએ તેના પતિને તેની ગર્લફ્રેન્‍ડ સાથે રસ્‍તા વચ્‍ચે મસ્‍તી કરતા જોયો હતો. ત્‍યારબાદ ગુસ્‍સામાં તે સ્‍થળ પર પહોંચી અને તેના પતિને માર માર્યો.

આ ઘટના એક સાર્વજનિક સ્‍થળે બની હતી, જયાં પતિ તેની ગર્લફ્રેન્‍ડ સાથે રોમાન્‍સ કરી રહ્યો હતો. આ દરમિયાન તેની પત્‍ની જે કદાચ કોઈ કામ માટે બહાર ગઈ હતી તે અચાનક ત્‍યાં પહોંચી ગઈ હતી.આ દ્રશ્‍ય જોતા જ તેનો ગુસ્‍સો કંટ્રોલ બહાર થયો. ગુસ્‍સે ભરાયેલી પત્‍નીએ કંઈપણ વિચાર્યા વગર જ પતિ પર હુમલો કર્યો.

ત્‍યાં હાજર લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. વીડિયોમાં સ્‍પષ્ટ જોઈ શકાય છે કે, પત્‍ની બૂમો પાડી રહી છે અને પતિને ગાળો આપી રહી છે અને પછી તેને મારવા લાગે છે.

‘ઘર કા કલશ' નામના ટ્‍વિટર હેન્‍ડલથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્‍યો છે. આ વીડિયો અત્‍યાર સુધીમાં 82.4K વખત જોવામાં આવ્‍યો છે.

(9:58 AM IST)