<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

૫૬% કન્‍ફર્મ થયું કેન્‍દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્‍થું

નવેમ્‍બર ૨૦૨૪નો AICPI ઈન્‍ડેક્‍સ ૧૪૪.૫ પોઈન્‍ટ પર યથાવત રહયો : જે ઓક્‍ટોબરમાં પણ ૧૪૪.૫ પોઈન્‍ટ પર હતોઃ હવે ૩૧ જાન્‍યુઆરીની રાહ જોવામાં આવી રહી છે, જ્‍યારે ડિસેમ્‍બર મહિના માટે AICPI ઈન્‍ડેક્‍સના આંકડા જાહેર થશે

નવી દિલ્‍હી, તા.૧૦: કેન્‍દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. નવેમ્‍બરનો AICPI ઈન્‍ડેક્‍સનો આંકડો આવી ગયો છે. તેમાં કોઈ ફેરફાર થયો નથી. તેમ છતાં કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. તે નક્કી થઈ ગયું કે આ વખતે કર્મચારીઓને ૫૬ ટકાના દરે મોંઘવારી ભથ્‍થું મળશે. હકીકતમાં ઓક્‍ટોબર ૨૦૨૪ સુધી ડીએનો સ્‍કોર ૫૫.૦૫% હતો, પરંતુ નવેમ્‍બરમાં તે વધી ૫૫.૫૪% થઈ ગયો છે. હવે ૩૧ જાન્‍યુઆરીની રાહ જોવામાં આવી રહી છે, જ્‍યારે ડિસેમ્‍બર મહિના માટે AICPI ઈન્‍ડેક્‍સના આંકડા જાહેર થશે. ત્‍યારબાદ ફાઇનલ નંબર નક્કી થશે. પરંતુ હવે ૫૬ ટકાથી વધુ મોંઘવારી ભથ્‍થું અસંભવ લાગી રહ્‍યું છે. કુલ મળી કર્મચારીઓના ડીએમાં ત્રણ ટકાનો વધારો લગભગ નક્કી થઈ ગયો છે.

AICPI ઈન્‍ડેક્‍સ નંબર ૨૦૨૪ અપડેટ

નવેમ્‍બર ૨૦૨૪નો AICPI ઈન્‍ડેક્‍સ ૧૪૪.૫ પોઈન્‍ટ પર યથાવત રહયો, જે ઓક્‍ટોબરમાં પણ ૧૪૪.૫ પોઈન્‍ટ પર હતો. પરંતુ મોંઘવારી ભથ્‍થાનો સ્‍કોરમાં આશરે ૦.૪૯ ટકાનો વધારો જોવા મળ્‍યો છે. ઓક્‍ટોબર ૨૦૨૪માં ઈન્‍ડેક્‍સનો નંબર કુલ ડીએ સ્‍કોર ૫૫.૦૫% હતો. તો નવેમ્‍બર ૨૦૨૪માં ડીએ સ્‍કોર ૫૫.૫૪ ટકા પર પહોંચી ગયો છે. તે વધારાનો ફાયદો કેન્‍દ્રીય કર્મચારીઓ સાથે-સાથે પેન્‍શનર્સને પણ મળશે. હવે ડિસેમ્‍બર ૨૦૨૪ના ઈન્‍ડેક્‍સ નંબરની રાહ જોવામાં આવી રહી છે, જે ફાઈનલ સ્‍કોર નક્કી કરશે.

મોંઘવારી ભથ્‍થાની ગણતરી છેલ્લા ૬ મહિના (જુલાઈ-ડિસેમ્‍બર)ના સરેરાશ AICPI ઇન્‍ડેક્‍સના આધારે કરવામાં આવે છે. પરંતુ, મોંઘવારી ભથ્‍થાના ૫૬ ટકાને નિશ્‍ચિત ગણવામાં આવે છે. કારણ કે, નવેમ્‍બર સુધીના આંકડાઓના આધારે, મોંઘવારી ભથ્‍થું ૫૫.૫૪ ટકા રહયું છે, આ સ્‍થિતિમાં સરકાર તેને ૫૬ ટકા જ ગણશે કારણ કે પ્રથમ ૦.૫૦ નીચેની ગણતરી માટે રાઉન્‍ડ ઓફ કરવામાં આવે છે અને ઉપરની ગણતરી માટે વધુને રાઉન્‍ડ ઓફ કરવામાં આવે છે. તેથી, ૫૬ ટકા નિશ્‍ચિત છે.

શું ૫૬% થી વધુ થશે DA?

વર્તમાન ટ્રેન્‍ડ જોતા એવું લાગે છે કે મોંઘવારી ભથ્‍થામાં માત્ર ૩ ટકાનો વધારો થશે. કારણ કે, નવેમ્‍બર સુધી ઈન્‍ડેક્‍સ ૧૪૪.૫ પોઈન્‍ટ પર છે. જો તેમાં ૧ પોઈન્‍ટનો સીધો વધારો થાય તો પણ મોંઘવારી ભથ્‍થાનો કુલ સ્‍કોર માત્ર ૫૬.૧૬% સુધી પહોંચશે. આ સ્‍થિતિમાં પણ કર્મચારીઓનું મોંઘવારી ભથ્‍થું માત્ર ૫૬ ટકા જ રહેશે.

૫૬% DA ની પગાર પર શું થશે અસર? મોંઘવારી ભથ્‍થા પર ૧ ટકાના વધારાથી કર્મચારીઓના માસિક પગાર પર મોટી અસર પડે છે.

મૂળ વેતન (Basic Pay): રૂ.૧૮,૦૦૦

૫૩% DA રૂ.૯,૫૪૦

૫૬% DA: રૂ.૧૦,૦૮૦

ફાયદોઃ રૂ.૫૪૦ દર મહિને

મૂળ વેતન (Basic Pay): રૂ.૫૬,૧૦૦

૫૩% DA: રૂ.૨૯,૭૩૩

૫૬% DA: રૂ.૩૧,૪૧૬

ફાયદોઃ રૂ.૧,૬૮૩ દર મહિને

પેન્‍શનર્સ માટે પણ મોંઘવારી ભથ્‍થાનો દર સમાન રહે છે. જેનાથી તેના વર્તમાન પેન્‍શનમાં વધારો કરવામાં આવે છે.

DA શું મળે છે ફાયદો?

મોંઘવારી ભથ્‍થાનો સામનો કરવામાં રાહતઃ DA મોંઘવારીની ભરપાઈ કરે છે. સરકારી કર્મચારીઓના પગારમાં સુધારઃ તેનાથી કર્મચારીઓની ખર્ચ કરવા યોગ્‍ય આવક વધે છે.

પેન્‍શનર્સને ફાયદોઃ પેન્‍શન પર પણ ડીએ લાગૂ થવાથી વળદ્ધાવસ્‍થામાં મદદ

સરકારી ખજાના પર ભારણઃ ડીએ વધારાની સીધી અસર સરકારી ખજાના પર પડે છે.

મોંઘવારી ભથ્‍થાના આંકડા આવ્‍યા બાદ તેને ૧ જાન્‍યુઆરી ૨૦૨૫થી લાગૂ કરવામાં આવશે. પરંતુ તેની જાહેરાત માર્ચમાં થશે. સામાન્‍ય રીતે હોળીની આસપાસ સરકાર તેની જાહેરાત કરે છે. વર્તમાન સમયમાં ૧ જુલાઈ ૨૦૨૪થી ૫૩ ટકાના દરે મોંઘવારી ભથ્‍થું મળી રહયું છે. કેબિનેટની મંજૂરી બાદ નાણામંત્રાલય તેને નોટિફાઈ કરે છે.

(10:00 AM IST)