<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

માસિક-ત્રિમાસિક GST રિટર્ન ફાઇલ કરવાને ૨૪ કલાક બાકી છે ત્‍યારે પોર્ટલ ઠપ્‍પ

ટાંકણે પોર્ટલ ન ચાલતા વેપારીઓને તેમના રિટર્ન ફાઈલ કરવા વધારાના બે દિવસ આપવા માગણી

નવી દિલ્‍હી, તા.૧૦: ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સના માસિક અને ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરવાને માંડ ૨૪ કલાક બાકી હતા ત્‍યારે જીએસટીનું પોર્ટલ ઠપ થઈ જતાં વેપારીઓની હાલાકી વધી ગઈ છે. પોર્ટલ ઠપ થઈ ગયું હોવાનું સ્‍વીકારીને જીએસટીએન કાઉન્‍સિલે ટ્‍વિટ કરીને પોર્ટલ ન ચાલતું હોવા બદલ દિલગીરી પણ વ્‍યક્‍ત કરી છે. જીએસટીનું માસિક અને ત્રિમાસિકરિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૧૧મી જાન્‍યુઆરી છે, ત્‍યારે કાલે લગભગ આખો દિવસ જીએસટીનું પોર્ટલ ચાલ્‍યું જ નથી. સમગ્ર ભારતમાં આ સ્‍થિતિ રહી હોવાનું જીએસટીએનની દિલ્‍હી કચેરીના સૂત્રોને ટાંકીને જણાવ્‍યું હતું.

વેપારીઓએ છેલ્લી ઘડીએ રિટર્ન  ફાઈલ કરવામાં કોઈ અવરોધ ન આવે  તેવી ગણતરી સાથે તેમના રિટર્ન ફાઈલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ  સફળતા મળી નહોતી. જીએસટીના નિષ્‍ણાત હર્ષદ ઓઝાનું કહેવું છે કે જીએસટીનું પોર્ટલ ચાલુ ન થતાં આજનો આખો દિવસ બગડી ગયો છે. આ દિવસ  બગડયો તેને કોમ્‍પેન્‍સેટ કરી આપવા  માટે જીએસટીનું માસિક અને ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરવાની તારીખ બે દિવસ માટે લંબાવી આપવાની માગણી કરવાાં આવી છે. ૧૧મી જાન્‍યુઆરીને બદલે ૧૩મી જાન્‍યુઆરી સુધી માસિક અને ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરવાની તક આપવાની માગણી કરવામાં આવી છે.

વેચનાર વેપારી દ્વારા જીએસટીઆર-૧ ફાઈલ ન કરવામાં આવે તો ખરીદનાર વેપારીના જીએસટીઆર-૨માં તેની વિગતો રિફ્‌લેક્‍ટ થતી નથી. પરિણામે ખરીદનાર વેપારીઓની ઇનપુટ ટેક્‍સ ક્રેડિટ ટલ્લે ચઢી જવાની સંભાવના રહેલી છે. તમામ વેપારીઓએ તેમના ડિસેમ્‍બર ૨૦૨૪સુધીના માસિક અને ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૧૧મી જાન્‍યુઆરી છે. તેથી વેપારીઓની ચિંતા વધી છો. તેમની  ઇનપુટ ટેક્‍સ ક્રેડિટ અટવાઈ જવાનું જોખમ છે. પોર્ટલને સક્રિય કરવાનો  પ્રયાસ કરવામાં આવી રહ્‍યો છે. જો સમયસર રિટર્ન ફાઇલ ન થાય તો અત્‍યારે વેચનાર વેપારીને તકલીફ પડે છે અને જીએસટીઆર-વન ફાઇલ ન થાય તો ૧૪મી તારીખ પછી ખરીદનાર વેપારીને તકલીફ પડી છે.

સરકારી તંત્રએ સોસિયલ મીડિયા ના માધ્‍યમથી જણાવે છે કે જીએસટીઆર-૧માં સમરી જનરેશન અને તેના ફાઇલિંગને લગતી સમસ્‍યાને ઊભી થઈ હોવાનું સ્‍વીકારે છે. પોતાની ટીમનો બચાવ કરતાં તેમણે જણાવ્‍યું હતં કે અમારી ટીમ તેના પર કામ કરી રહી છે અને ટૂંક સમયમાં તેને ઠીક કરવામાં આવશે

(11:57 AM IST)