<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

ભારતીયો દુનિયાના કોઈપણ ખૂણામાં રહેતા હોય, તેમના હૃદયમાં ભારત ધબકતું હોય છે : પીએમ મોદી

દુનિયામાં જ્યારે તલવારના જોર પર સામ્રાજ્ય વધારવાનો સમય હતો, ત્યારે સમ્રાટ અશોકે શાંતિનો માર્ગ પસંદ કર્યો હતો, એટલા માટે અમે કહીએ છીએ કે, ભવિષ્ય યુદ્ધમાં નહીં બુદ્ધમાં છે.

 

ભુવનેશ્વર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી ગુરુવારે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં ૧૮માં પ્રવાસી ભારતીય સમ્મેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. સમ્મેલનમા ૭૦ દેશોમાંથી ૩૦૦૦ થી વધુ પ્રતિનિધિ સામેલ થયા હતા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ ભારતીય પ્રવાસીઓને માટે સ્પેશલ ટુરીસ્ટ ટ્રેનને રીમોટથી લીલી ઝંડી બતાવી હતી. મુખ્ય અતિથિ ત્રિનિદાદ અને ટોબેગોની રાષ્ટ્રપતિ ક્રિસ્ટીન કાર્લા કાંગારૂ એ સમ્મેલનને વર્ચ્યુલી સંબોધિત કર્યા હતા.

   વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ આ પ્રસંગે પ્રવાસી ભારતીયોને  કહ્યું હતું કે, આજે ભારત મેડ ઇન ઇન્ડિયા ફાઈટર જેટ બનાવી રહ્યું છે. એ દિવસો હવે દૂર નથી જ્યારે તમે કોઈ મેડ ઇન ઇન્ડિયા પ્લેન વ્દારા જ ભારતીય દિવસ ઉજવવા ભારત આવશો ભારતનુ ચંદ્રયાન શિવ શક્તિ પોઇન્ટ પર પહોંચ્યું, ત્યારે સર્વને ગર્વ થયો હતો. ગ્લોબલ એનર્જી હોય કે, એવિએશન ઇકોસિસ્ટમ હોય, કે પછી ઇલેક્ટ્રીક મોબિલિટી હોય કે, મેટ્રોનું નિશાળ નેટવર્ક હોય કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હોય, ભારતની પ્રગતિની ગતિ તમામ રેકોર્ડ તોડી રહી છે. ભારતીયો ભલે વિદેશોમાં રહીને વિદેશના થઈ જાય છે, પરંતુ તેમના હૃદયમાં પોતાનો દેશ ઘબકતો હોય છે. દુનિયામાં જ્યારે તલવારના જોર પર સામ્રાજ્ય વધારવાનો સમય હતો, ત્યારે સમ્રાટ અશોકે શાંતિનો માર્ગ પસંદ કર્યો હતો, એટલા માટે અમે કહીએ છીએ કે, ભવિષ્ય યુદ્ધમાં નહીં બુદ્ધમાં છે.

(12:18 PM IST)