<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

ધોરણ-૧૧ની વિદ્યાર્થીનીએ વૉશરૃમમાં ફાંસો ખાઈ આપઘાત

મુંબઈની આરે કોલોનીમાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યોઃઆ ઘટના અંગે પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, છોકરીને જાણતા લોકોએ જણાવ્યું છે કે, તે ભૂતકાળમાં પણ આવું પગલું ભરી ચૂકી છે

મુંબઈ, તા.૧૦

મુંબઈની આરે કોલોનીમાંથી આપઘાતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, આરે કોલોનીમાં આવેલી એક ઇન્ટરનેશનલ કોલેજમાં ધોરણ ૧૧માં ભણતી સગીર છોકરીએ આપઘાત કરી લીધો હતો. આપઘાતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાની નોંધ લીધી હતી. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.                          

પ્રાથમિક માહિતી અનુસાર, મુંબઈના આરે કોલોનીમાં સ્થિત એક ઇન્ટરનેશનલ કોલેજમાં ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી ૧૬ વર્ષની સગીર છોકરીએ ગઈકાલે વોશરૃમમાં ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, છોકરીને જાણતા લોકોએ જણાવ્યું છે કે, તે ભૂતકાળમાં પણ આવું પગલું ભરી ચૂકી છે.

હાલમાં મુંબઈની આરે પોલીસે આપઘાતના આ કેસની તપાસ શરૃ કરી દીધી છે. વિદ્યાર્થીનીના આપઘાત અંગે કોલેજ મેનેજમેન્ટ તરફથી પણ એક નિવેદન સામે આવ્યું છે. કોલેજે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, 'અમે આ ઘટનાથી દુઃખી છીએ. કોલેજ સમગ્ર મામલામાં પીડિતાના પરિવારની પ્રાઈવસી જાળવવાની અપીલ કરે છે.'

(9:28 PM IST)