<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

મજાક-મજાકમાં બે લગ્ન કર્યા : બે પત્‍નિઓએ પરસેવો વાળી દીધો : જિંદગીની પથારી ફરી ગઈ

બંને પત્‍નિઓ વચ્‍ચે એવો ફસાયો કે ઝેર ખાવાનો વારો આવ્‍યો

ગોરખપુર, તા.૧૧: લગ્ન એ ખૂબ જ જવાબદારીવાળો સંબંધ છે. તેમાં બે લોકો આખી જિંદગી એકબીજાની જવાબદારી ઉઠાવવાનો નિર્ણય લેતા હોય છે. પતિ-પત્‍નિનો સંબંધ ઝઘડાથી ભરેલો હોય છે. જ્‍યારે જુઓ ત્‍યારે નાની એવી વાતમાં લડાઈ ઝઘડા થતાં હોય છે. કદાચ આ જ કારણ છે કે લગ્નને નિભાવવા ખૂબ જ અઘરું હોય છે. અમુક લોકોથી એક લગ્ન પણ સચવાતા નથી, તો વળી કેટલાય લગ્ન કરતા હોય છે.

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક શખ્‍સે બે લગ્ન કરી લીધા. પણ બંને પત્‍નીઓ વચ્‍ચે એવો ફસાયો કે ઝેર ખાવાનો વારો આવ્‍યો. આ શખ્‍સને ગંભીર સ્‍થિતિમાં હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો છે, જ્‍યાં ડોક્‍ટર્સે તેનો જીવ ખતરામાંથી બહાર હોવાનું કહયું છે. શખ્‍સે મહિલા પોલીસ સ્‍ટેશનના પરિસરમાં ઝેર ખાધું હતું. જ્‍યાં પહેલી પત્‍નીની ફરિયાદ બાદ તેને કાઉન્‍સેલિંગ માટે બોલાવ્‍યો હતો.

ખજનીના એનવા ગામમાં રહેતા રાજન કુમાર મૌર્યએ ચંદા સાથે પહેલા લગ્ન કર્યા હતા. પણ થોડા સમય બાદ ચંદાને ખબર પડી કે તેનો પતિ સારિકા નામની અન્‍ય મહિલા સાથે પણ લગ્ન કરેલા છે. ત્‍યારબાદ ચંદાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. ચંદાનું કહેવું હતું કે, બીજા લગ્ન બાદ રાજનને તેને ખર્ચો આપવાનો બંધ કરી દીધો હતો. સમજાવવા છતાં પણ મામલો સોલ્‍વ થયો નહીં, ત્‍યારે પોલીસે તેને કાઉન્‍સેલિંગ માટે બોલાવ્‍યો હતો.

(9:48 AM IST)