<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

મકરસંક્રાતિનું ફળ : સોનાના ભાવ વધે, વરસાદ સારો પડશે

૧૪ જાન્‍યુઆરીએ સવારે ૮.૫૪ વાગ્‍યે સૂર્યદેવનો પુનર્વસુ નક્ષત્ર, વિષ્‍કુંભ યોગમાં મકર રાશિમાં પ્રવેશઃ સંક્રાતિનું વાહન વાઘ, ઉપવાહન અશ્વઃ સંક્રાતિ સાથે સંબંધ હોવાથી હળદર, સોનું, ચણાદાળના ભાવ વધી શકે

મુંબઇ, તા.૧૧: નવા પડકારો ઝીલી નીલગગનમાં ઉડવાનો સંદેશ આપતા પર્વ ઉત્તરાયણને લઈને પતંગ બજારમાં ખરીદી દેખાઈ રહી છે. આગામી ૧૪  જાન્‍યુઆરીએ ઉત્‍સાહ, ઉમંગભેર ઉત્તરાયણ પર્વની ઉજવણી થશે. તે સાથે જ ધાર્મિક રીતે મહાત્‍મય ધરાવતું પર્વ મકરસંક્રાંતિ પણ ઉજવારો. ૧૪ જાન્‍યુઆરીએ સવારે ૮.૫૪ વાગ્‍યે સૂર્યદેવનો પુનર્વસુ નક્ષત્ર, વિકુંભ યોગમાં મકર ૧૨ રાશિમાં પ્રવેશ કરશે. દરમિયાન ચાલુ વર્ષે સંક્રાતિનું વાદન વાઘ, ઉપવાદન અશ્વ હોય અને પીળા કપડા પહેર્યા હોય જ્‍યોતિષીઓ વિવિધ બાબતોએ વરતારો કાહી રહયા છે. તેમાં સંક્રાતિ સાથે સંબંધ હોવાથી હળદર, સોનું, ચણાદાળના ભાવ વધવાની શકયતા છે.

ગત ૧૬ ડિસેમ્‍બરથી પનારક કમૂરતા ચાલી રહયા છે. સૂર્યદેવના ધન રાશિમાં પ્રવેશ સાથે રારૂ થયેલા ધનારક કમૂરતા હવે ૧૪ જાન્‍યુઆરીએ મકરસંક્રાંતિ સાથે ઉતરશે. દરમિયાન જયોતિષ શાસ્‍ત્રમાં સંક્રાતિના સ્‍વરૂપને જોડીને વિવિધ વરતારો, શકયતા, સંભાવનાઓ વ્‍યક્‍ત કરવામાં આવે છે. જે મુજબ, ચાલુ વર્ષે સંક્રાતિના સ્‍વરૂપને જોતાં સારો વરસાદ પડવાની અને સોનાના ભાવ વધવાનો વરતારો કાઢવામાં આવ્‍યો છે.

મહારાજ કિરીટદત્ત શુક્‍લના જણાવ્‍યા મુજબ, ૧૪ જાન્‍યુઆરીના મંગળવારે સૂર્યદેવ સવારે ૮.૫૪ વાગ્‍યે મકર રાશિમાં પ્રવેશ કરવો. તે વેળાએ નક્ષત્ર પુનર્વસુ, વિષ્‍કુંભ યોગ, બાલવ કરણ, ચંદ્ર કર્ક રાશિમાં રહેશે. વધુમાં, આ વર્ષે સંક્રાતિનું વાહન વાઘ છે. ઉપવાહન અશ્વ છે. પીળા કપડા પહેયાં છે. હાથમાં આયુષ ગદા ધારણ કરી છે. સંકાતિ બેઠેલી છે. દૂધપાક ખાતી અને જુંઈનું પુષ્‍પ, હું પુષ્‍પ, મોતીના આભૂષણો ધારણ કર્યા છે. પારનામ અને નક્ષત્ર નામ મોહદરી છે. સમુદાય મૂહર્ત ૪૫ સમર્થ છે. પૂર્વમાંથી આવીને પશ્‍ચિમમાં જાય છે. તેની દ્રષ્ટિ વાયવ્‍ય તરફ છે. મુખ દક્ષિણ તરફ હોવાથી પૂર્વ અને વાયવ્‍ય દિશાના લોકોને સુખ મળવાના યોગ રહેશે.(૨૩.૭)

સંક્રાતિએ સવારે ૮.૫૬થી સાંજે ૬.૨૩ સુધીનો પુણ્‍યકાળ

જ્‍યોતિષીના જણાવ્‍યા મુજબ મકર સંક્રાતિનો પુણ્‍યકાળ ૧૪ જાન્‍યુઆરીના મંગળવારે સવારે ૮.૫૬થી સાંજે ૮.૨૩ વાગ્‍યા સુધીનો રહેશે. સંક્રાતિ સાથે  સંબંધિ ધરાવતી વસ્‍તુઓ મોંઘી થાય છે. સંક્રાતિ સાથે સંબંધ ધરાવતી વ્‍યક્‍તિઓને ત્રાસ થાય છે. મુહર્ત ૪૫ સમંધ હોવાથી વરસાદ સારો રહેશે વાઘ અને અશ્વ જેવા પ્રાણીઓમાં રોગચાળો ફેલાય. પીળી વસ્‍તુઓમાં હળદર, સોનું ચણાદાળ વગેરેના ભાવ વધે. કન્‍યા જાતિને તંદુરસ્‍તીની વિશેષ કાળજી લેવી જરૂરી બને સંક્રાતિ વેળાએ તલનું વિશેષ મહત્‍વ છે. તલ ખાવા, તલનું અભ્‍યાંગ, તલનો હોમ, તલનું દાન, તલવાળું પાણી  પીવું. તલ મિશ્રિત જળથી સ્‍નાન કરવું. સંક્રાતિ પુણ્‍યકાળ દરમિયાન નવા વાસણ, ગાયોને ચારો, નવા વસ્‍ત્ર, તલ વગેરેનું દાન કરવું સૂર્ય નારણયાને જળ-દુધનો અભિષેક કરવો. પિતળતર્પણ કરવું શિવપુજન કરવું.

સંક્રાતિમાં દાનનો પણ અનેરો મહિમા

મેષ, સિંહ, ધન, કાળા તલ, સ્‍ટીલનું વાસણ, કાળુ કાપડ વગેરેનું દાન કરવું. વૃષભ, તુલા, મકર ઘઉં, ગોળ, લાલ કાપડ, લાલ તલ, તાંબાનું વાસણ વગેરેનું દાન કરવું. મિથુન, વળશ્વિક, મીન ઘી, ખાંડ, સફેદ તલ, સફેદ કે પ્રિન્‍ટેડ કાપડ તથા રૂપાનું દાન કરવું. કર્ક, કન્‍યા, કુંભ ! ચણાની દાળ, પીળું કાપડ, પિત્તળનું વાસણ વગેરેનું દાન કરવું.(

(10:26 AM IST)