News of Saturday, 11th January 2025
અભિનેતા ટીકુ તલસાનિયાને આવ્યો હાર્ટ એટેક: તબિયત નાજુક : હોસ્પિટલમાં દાખલ કરાયા
અભિનેતા ટીકુ તલસાણિયાની અચાનક તબીયત લથડી

મુંબઈ :જાણિતા ટીવી, બોલિવૂડ અને ગુજરાતી અભિનેતા ટીકુ તલસાણિયાની અચાનક તબીયત લથડી છે. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અભિનેતાની તબિયત સારી ન હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં દાખલ થવાનું મુખ્ય કારણ હાર્ટ એટેક આવ્યો હોવાનું કહેવાય છે, પરંતુ ડોક્ટરો હજુ પણ તેમની તબિયત બગડવાનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ટીકુ તલસાણિયા ૭૦ વર્ષના છે. તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના એક વરિષ્ઠ અભિનેતા છે. આવી સ્થિતિમાં તેમના ચાહકો અભિનેતા જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
અભિનેતા ટીકુ તલસાનિયાનો જન્મ ૧૯૫૪માં થયો હતો. તેમણે ૧૯૮૪માં લોકપ્રિય શો 'યે જો હૈ જિંદગી'થી અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. ૧૯૮૬માં તેમણે 'પ્યાર કે દો પલ' ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. ટીકુ તલસાણિયાએ વિવિધ પાત્રો ભજવ્યા છે, તેઓ તેમના કોમેડી રોલ માટે જાણીતા છે. તેમની કોમેડી શૈલી અને સમય બંને અદ્ભુત રહ્યા છે. તેમની ડાયલોગ ડિલિવરી દર્શકોને હસાવવા મજબૂર કરી દે છે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
