News of Saturday, 11th January 2025
બજેટ : રિયલ એસ્ટેટે સ્ટેમ્પ ડયુટીમાં ઘટાડો અને હોમ લોન મર્યાદા વધારવાની માંગ કરી
ભારતીય હાઉસિંગ માર્કેટમાં સંસ્થાકીય રોકાણ ૫ વર્ષની ટોચે : ૬.૫ બિલિયન ડોલર પર પહોંચ્યું : ઉદ્યોગ દિગ્ગજો અને એનારોક, રહેજા, ગૌર્સ, કનોડિયા ગ્રુપ, રીચ, અર્બન સ્પેસ, જસ્ટો, ઇરોસ ગ્રુપ જેવી કંપનીઓએ બજેટ પાસેથી પોતાની અપેક્ષાઓ વ્યકિત કરી છે

નવી દિલ્હી તા. ૧૦ : કેન્દ્ર સરકાર ૨૦૨૫-૨૬ માટે બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે, જેને ધ્યાનમાં રાખીને રિયલ એસ્ટેટે અનેક માંગણીઓ કરી છે. રિયલ એસ્ટેટ ઉઘોગે સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો, હોમ લોન મર્યાદામાં ફેરફાર, પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા પરવડે તેવા મકાનો માટે અપડેટેડ ધોરણો, સિંગલ વિન્ડો ક્લિયરન્સ, પર્યાવરણને અનુકૂળ નીતિઓ વગેરેની માંગણી કરી છે. ઉઘોગ દિગ્ગજો અને એનારોક, રહેજા, ગૌર્સ, કનોડિયા ગ્રુપ, રીચ, અર્બન સ્પેસ, જસ્ટો, ઇરોસ ગ્રુપ જેવી કંપનીઓએ બજેટ પાસેથી પોતાની અપેક્ષાઓ વ્યક્ત કરી છે.
CREDAI-NCR ના પ્રમુખ અને ગૌર્સ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મનોજ ગૌરે જણાવ્યું હતું કે, ‘આ ક્ષેત્રની મુખ્ય માંગણીઓમાંની એક સ્ટેમ્પ ડ્યુટીનું તર્કસંગતકરણ છે. તાજેતરના વર્ષોમાં આમાં નોંધપાત્ર વધારો થયો છે. આના કારણે ખરીદદારો પર મોટો આર્થિક બોજ પડી રહ્યો છે.
આ ઉપરાંત, ૮૦ (સી) હેઠળની વર્તમાન મુક્તિ મર્યાદા ૧.૫ લાખ રૂપિયાથી વધારીને ૫ લાખ રૂપિયા કરવી જોઈએ, જેથી ઘર ખરીદવાનું સરળ બને. આ ઉપરાંત, ગૌરે સસ્તા મકાનોના માપદંડોમાં ફેરફારની પણ માંગ કરી છે. રાહેજા ડેવલપર્સના વાઇસ પ્રેસિડેન્ટ (સેલ્સ) મોહિત કાલિયાએ જણાવ્યું હતું કે, ‘વાણિજ્યિક રિયલ એસ્ટેટ ક્ષેત્ર ઉઘોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાની સરકારની યોજના સાથે જોડાયેલું છે, તેને નીતિ સ્તરે પણ સમર્થનની જરૂર છે.'(
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
