તા. ૨૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૫, રવિવાર
News of Saturday, 11th January 2025
યુપીમાં ઈમારતનું લેન્ટર પડતાં ૩૬ મજૂરો દટાઈ ગયા
ઉત્તરપ્રદેશના કન્નૌજમાંના રેલવે સ્ટેશન પાસે અમૃત ભારત હેઠળ એક ઈમારતનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું. આજે શનિવારે આ ઈમારતનું લેન્ટર પડતાં લગભગ ૩૬ જેટલાં મજૂરો દટાઈ ગયાના અહેવાલ છે.

અત્યાર સુધીમાં 6 મજૂરોને બચાવવામાં આવ્યા છે. અન્ય મજૂરોને બચાવવા માટે બચાવ કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. રાહત અને બચાવ કામગીરી માટે જેસીબીની મદદ લેવામાં આવી રહી છે. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ અધિકારીઓની ટુકડી પણ ત્યાં આવી પહોંચી હતી અને એમ્બ્યુલન્સનો કાફલો ખડકી દેવાયો હતો.
કેન્દ્રની અમૃત ભારત યોજના હેઠળ રેલવે સ્ટેશન નજીક બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું હતું. બાંધકામ દરમિયાન મુસાફરોની સલામતી માટે પૂરતા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા ન હતા. રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આ સિવાય બાંધકામમાં બેદરકારી દાખવનારાઓ પર કડક પગલા લેવસેનું પણ જણાવાયું છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
