<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં વરસાદ:તાપમાનમાં ઘટાડો:ઠંડી વધી

બે દિવસ ગાઢ ધુમ્મસ રહેશે

દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને ઠંડી વધી છે. આ પહેલા સવારથી દિલ્હી સહિત સમગ્ર NCRમાં ઠંડીનું મોજું ફરી રહ્યું છે. સવારે લોકોને ભારે ધુમ્મસનો સામનો કરવો પડ્યો.
પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે, હવામાન વિભાગે રાજધાની અને આસપાસના વિસ્તારોમાં બે દિવસ માટે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે શનિવાર અને રવિવારે સાંજે અને રાત્રે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી. વરસાદને કારણે ઠંડી વધશે. ઉપરાંત, ગાઢ થી ખૂબ જ ગાઢ ધુમ્મસ છવાયું રહેશે

 

(5:49 PM IST)