<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

મતદાર યાદીમાં છેડછાડ કરી રહી છે ભાજપ :કેજરીવાલે મુખ્ય ચૂંટણી પંચને લખ્યો પત્ર : લગાવ્યા આ આરોપો

દિલ્હી વિધાનસભાની ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે મતદાર યાદીમાં છેડછાડને લઈને ઝઘડો ચાલુ

નવી દિલ્હી :દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા સત્તારૂઢ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે રાજકીય ખેંચતાણ ચાલુ છે. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો છે. આમાં AAPના વડાએ ભાજપ પર આગામી ચૂંટણીની અખંડિતતા નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં મતદાર યાદીઓની છેડછાડ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

  અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે ભાજપ દિલ્હીના લોકોને ગેરમાર્ગે દોરવા અને ગુપ્ત રીતે મતદાર યાદીમાં છેડછાડ કરવા પાછળના દરવાજાની યુક્તિઓ અપનાવી રહી છે. ભાજપ પોતાના સાંસદો અને મંત્રીઓના સરનામાનો ઉપયોગ કરીને નકલી મત બનાવી રહી છે. તેનાથી નવી દિલ્હી એસેમ્બલીમાં દેશભરમાંથી મતોનો ઉમેરો થઈ રહ્યો છે. તેણે દાવો કર્યો છે કે આ બધુ નવી દિલ્હીથી બીજેપી ઉમેદવાર પ્રવેશ વર્માના ઈશારે થઈ રહ્યું છે. વર્માએ પોતાના સરનામામાં 33 નામ ઉમેરવા માટે અરજી કરી છે. ભ્રષ્ટાચાર માટે તેને ગેરલાયક ઠેરવવો જોઈએ.

 

 


 

(7:19 PM IST)