<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

અમેરિકામાં આગ પછી વરસાદ-હિમવર્ષા અને તોફાન: એટલાન્ટામાં ઇમર્જન્સી, ટેક્સાસ-ઓક્લાહોમા રસ્તાઓ બરફથી થીજી ગયા: ઠેર ઠેર ભારે હિમવર્ષા

એટલાન્ટા વિસ્તારમાં આવેલા પ્રચંડ શિયાળુ તોફાનને કારણે ટેક્સાસ અને ઓક્લાહોમાના મોટાભાગના વિસ્તારોમાં ભારે બરફ પડ્યો છે. એટલાન્ટા સહિત અનેક રાજ્યોમાં ઇમર્જન્સી લાગૂ કરી દેવામાં આવી છે.

અમેરિકાના લોસ એન્જલસના મોટાભાગના વિસ્તારો છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી ભીષણ આગથી તબાહ થઈ ગયા છે. લોકો પરનું સંકટ હજુ પણ યથાવત છે. 

લોસ એન્જલસમાં, આગથી ૧૪૫ ચોરસ કિલોમીટરનો વિસ્તાર સંપૂર્ણપણે નાશ પામ્યો છે. 

એટલાન્ટા પ્રાંતમાં શિયાળુ તોફાનને કારણે આ વિસ્તારમાં હિમવર્ષા વધી ગઈ. અરકાનસાસ અને ઉત્તર કેરોલિનામાં ફસાયેલા વાહનચાલકોને મદદ કરવા માટે નેશનલ ગાર્ડ મોકલવામાં આવ્યા છે. 

અરકાનસાસના કેટલાક ભાગોમાં ૩૧ સેમી સુધી વરસાદ પડ્યો. લિટલ રોકમાં દસ ઇંચ વરસાદ પડ્યો, જ્યાં વાર્ષિક સરેરાશ 3.8 ઇંચ છે. આ રાજ્યોમાં ઇમર્જન્સી લાગૂ કરી દેવામાં આવી છે.

લોસ એન્જલસ વિસ્તારમાં લાગેલી આગને કારણે ૧૨૦૦૦ થી વધુ ઇમારતો, ઘરો અને માળખાં બળીને ખાખ થઈ ગયા છે.  

આગમાં નેતૃત્વની નિષ્ફળતા અને રાજકીય દોષારોપણના આરોપો પણ શરૂ થઈ ગયા છે, અને તપાસ પણ શરૂ થઈ ગઈ છે. લોસ એન્જલસ ફાયર ચીફ ક્રિસ્ટિન ક્રાઉલીએ જણાવ્યું કે શહેરનું નેતૃત્વએ અગ્નિશામકોને પૂરતું ભંડોળ પૂરું ન પાડીને તેમના વિભાગને નિષ્ફળ કરી દીધું છે. તેમણે પાણીની અછતની પણ ટીકા કરી. 

રાષ્ટ્રીય હવામાન સેવાએ જણાવ્યું કે શનિવારે જ્યોર્જિયા, ઉત્તર કેરોલિના, ટેનેસી અને પશ્ચિમ વર્જિનિયાના કેટલાક ભાગોમાં ૮ ઇંચ (લગભગ ૨૦ સેન્ટિમીટર) સુધી બરફ પડ્યો. 

એટલાન્ટા વિસ્તારમાં, અટકેલા ટ્રકોને કારણે ઘણા ફ્રી-વે ઇન્ટરચેન્જ અસ્થાયી રૂપે બંધ થઈ ગયા. અલાબામાના ઉત્તરીય ભાગની પરિસ્થિતિ એકદમ અસામાન્ય છે.અનેક એરપોર્ટ પર ફ્લાઇટ્સ કેન્સલ

અમેરિકાના ટેનેસી રાજ્યના મેમ્ફિસ શહેરમાં, ૭ ઇંચ વરસાદમાં ભીના થયેલા રસ્તાઓ બરફથી થીજી ગયા છે. દક્ષિણ અને પૂર્વમાં લુઇસિયાના, મિસિસિપી, અલાબામા અને જ્યોર્જિયામાં વરસાદ ને હિમવર્ષાને કારણે મુસાફરી મુશ્કેલ બની ગઈ. 

એટલાન્ટા, મધ્ય ઓક્લાહોમા અને ઉત્તરી ટેક્સાસમાં બરફ પડ્યો છે.

(10:15 AM IST)