<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

લોસ એન્‍જલસમાં જંગલમાં લાગેલી આગમાં ૧૬ લોકો ના મોત થયાઃ ૧ર હજારથી વધુ ઇમારતો બળીને ખાખઃ ૧પ૦ બિલીયન કોલરનું નુકશાન

આજે અને કાલે પવનનું જોર વધશે એટલે આગ વધુ ફેલાવાની સંભાવનાઃ આ જંગલની આગ લોસ એન્‍જલસ કાઉન્‍ટરના ચાર વિસ્‍તારમાં ફેલાઇ છે

નવી દિલ્‍હીઃ લોસ એન્જલસના જંગલની આગ વિનાશકારી બની છે. રવિવારના રોજ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આગથી 16 લોકોના મોત થયા છે. જ્યારે 12,000 થી વધુ ઈમારતો બળીને ખાખ થઈ ગઈ છે. ફાયર ફાઈટર્સ આગને બુઝાવવામાં લાગેલા છે, પરંતુ ભારે પવન ફુંકાવાને કારણે આ કામમાં મુશ્કેલી આવી રહી છે.

અધિકારીઓએ ચેતવણી આપી છે કે, આજે રાત્રે અને સોમવારથી અઠવાડિયાના કેટલાક દિવસોમાં ભારે પવન ફુંકાવાની સંભાવના છે, જેના કારણે આગ ફેલાવાની સંભાવના છે. આ જંગલની આગ લોસ એન્જલસ કાઉન્ટના ચાર વિસ્તારમાં ફેલાઈ છે. આમાં પેસિફિક પેલિસેડ્સ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો છે. અહીં 1000 એકર સુધી આગ ફેલાઈ ગઈ છે, જેના કારણે હજારો ઘરો બળીને ખાખ થઈ ગયા છે. લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

જણાવી દઈએ કે, કેલિફોર્નિયાના જંગલોમાં 7 જાન્યુઆરીના રોજ આગ લાગી હતી, જે હાલ એક અઠવાડિયા બાદ પણ કાબૂમાં આવી શકી નથી. લોસ એન્જલસ સહિત લગભગ 39,000 એકર જમીન આગમાં લપેટાઈ ગઈ છે. $135 બિલિયનથી $150 બિલિયન જેટલું નુકસાન થયું હોવાનું અનુમાન છે. આ સંભવિત રીતે અમેરિકન ઇતિહાસમાં સૌથી વિનાશક જંગલની આગની ઘટના છે.

(1:24 PM IST)