<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

હવે રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના મોટાભાગના ભાગોમાં વરસાદી ગતિવિધિઓ થંભી ગઈ છે. પવનોની દિશા પણ બદલાઈ ગઈ છે, હવે ઠંડા પવનો ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાશે જેના કારણે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાશે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૨૪ કલાક પછી ઠંડીનો પ્રભાવ શરૂ થશે: ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થવા સાથે જોરદાર ઠંડીનો નવો દોર આવી રહ્યો છે: સ્કાયમેટ

આજે ઉત્તર પ્રદેશ અને ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશમાં હળવો વરસાદ પડી શકે છે.  

આજે પણ પર્વતોમાં હિમવર્ષા ચાલુ રહેવાની શક્યતા છે.  આવતીકાલથી મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશનું તાપમાન પણ ઘટવાનું શરૂ થશે.  

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ૨૪ કલાક પછી તાપમાન ઘટશે.  

દક્ષિણ આંધ્રપ્રદેશ અને તમિલનાડુ સહિત કેરળમાં વરસાદની શક્યતા છે.

 

(3:08 PM IST)