News of Sunday, 12th January 2025
BPSC વિદ્યાર્થીઓની માંગણીઓના સમર્થનમાં સાંસદ પપ્પુ યાદવનું 'બિહાર બંધ'નું એલાન : અનેક જગ્યાએ તોડફોડ
પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે BPSC વિદ્યાર્થીઓની માંગણીઓના સમર્થનમાં બિહાર બંધનું નેતૃત્વ કર્યું: તેમના સમર્થકોએ રસ્તા રોક્યા અને ટાયર સળગાવી દીધા.

બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) પરીક્ષામાં કથિત ગેરરીતિઓ સામે વિરોધ કરી રહેલા BPSC વિદ્યાર્થીઓના સમર્થનમાં પૂર્ણિયાના સ્વતંત્ર સાંસદ પપ્પુ યાદવે આજે એટલે કે 12 જાન્યુઆરી 2025ના રોજ રાજ્યવ્યાપી 'બિહાર બંધ'નું નેતૃત્વ કર્યું હતું. BPSC 70મી CCE પરીક્ષામાં પેપર લીક થવાના દાવાને કારણે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ આ મુદ્દે પટનાના ગર્દાનીબાગમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેના કારણે અપક્ષ સાંસદ પપ્પુ યાદવ અને તેમના સમર્થકોએ બિહાર બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવ પોતે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
યાદવની જન અધિકાર પાર્ટી અને તેની વિદ્યાર્થી પાંખ, છાત્ર યુવા શક્તિના સભ્યોએ મુખ્ય રસ્તાઓ બ્લોક કરીને, ટાયર સળગાવી અને બજારો બંધ કરીને વિરોધ પ્રદર્શ વહેલી સવારથી જ શરુ કરી દીધુ હતું. પટનામાં અશોક રાજપથ, એનઆઈટી મોડ અને ડાક બંગલા સ્ક્વેર જેવા મહત્વના વિસ્તારોમાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. વિરોધીઓએ ભાજપના બેનરો તોડી નાખ્યા હતા અને વાહનોની તોડફોડ કરી હતી અને મેટ્રોનું બાંધકામ પણ અટકાવી દીધું હતું, જેના કારણે આ વિસ્તારમાં વ્યાપક અશાંતિ ફેલાઈ હતી
પપ્પુ યાદવે પોતે આયકર સ્ક્વેરથી પટનાના ડાક બંગલા સ્ક્વેર સુધી એક વિશાળ વિરોધ માર્ચનું નેતૃત્વ કર્યું હતું. તે "રામ નામ સત્ય" લખેલા કાપડ સાથે એક ખુલ્લા વાહનની ઉપર ઉભા હતા અને તેમના સમર્થકોએ તેમની સાથે કૂચ કરી, રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને BPSC ઉમેદવારો માટે ન્યાયની માંગણી કરી. પપ્પુ યાદવે કહ્યું કે, "સરકારનું રામ-રામ સત્ય કરવું પડશે. જે વિદ્યાર્થીઓના વિરોધી છે, તેમના રામ-રામ સત્ય છે,' બિહારના લોકો રસ્તા પર છે. વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. બધા તેને (બિહાર બંધ)ને સમર્થન આપી રહ્યા છે.
આ બંધ પહેલા તેમણે 1 જાન્યુઆરીએ પણ બંધનું આહ્વાન કર્યું હતું. યાદવના સમર્થકોએ અહીંના એક સ્ટેશન પર તાજેતરમાં પૂર્ણ થયેલી બિહાર PSC પરીક્ષા રદ કરવાની માંગ સાથે રેલ રોકો આંદોલન કર્યું હતું.
(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
