<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

છત્તીસગઢમાં અદાણીનો મેગા પ્લાન : 75,000 કરોડના રોકાણથી જાણો ક્યાં - કયા સેક્ટરને ફાયદો મળશે ?

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ સાથેની મહત્વપૂર્ણ બેઠકમાં રોકાણની જાહેરાત

અદાણી ગ્રુપ છત્તીસગઢમાં તેના ઉર્જા પ્રોજેક્ટના વિસ્તરણ માટે રૂ. 60,000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ રોકાણ રાયપુર, કોરબા અને રાયગઢમાં પાવર પ્લાન્ટનું વિસ્તરણ કરશે. આ વિસ્તરણથી રાજ્યની કુલ વીજ ઉત્પાદન ક્ષમતામાં 6,120 મેગાવોટનો વધારો થશે. આ જાહેરાત અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ સાથેની મહત્વપૂર્ણ બેઠકમાં કરી હતી.

  આ જૂથ છત્તીસગઢમાં સિમેન્ટ પ્લાન્ટના વિસ્તરણ માટે રૂ. 5,000 કરોડનું રોકાણ કરશે. આ રોકાણથી રાજ્યના ઉદ્યોગો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે.

   સામાજિક વિકાસ માટે રૂ. 10,000 કરોડનું રોકાણ અદાણી ફાઉન્ડેશન આગામી ચાર વર્ષમાં શિક્ષણ, આરોગ્ય, કૌશલ્ય વિકાસ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે રૂ. 10,000 કરોડનો ખર્ચ કરશે. આ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને આર્થિક વિકાસને પ્રાથમિકતા આપવામાં આવશે.

મીટિંગમાં સંરક્ષણ સાધનોનું ઉત્પાદન, ડેટા સેન્ટર અને વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર સ્થાપવાની શક્યતાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ પગલું રાજ્યમાં રોજગાર અને ઔદ્યોગિક વિકાસ માટે નવી તકો પેદા કરશે.


 

(8:49 PM IST)