<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ ૩૧

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધી :- ૩૧: ‘‘કોઇ વાડકાને એના પાછલા ભાગને કે પદાર્થને જોયા સિવાય જુઓ થોડી જ ક્ષણોમાં બોધને ઉપલબ્‍ધ થઇ જાઓ''

કોઇપણ વસ્‍તુને જુઓ, એક વાડકો કે ગમે તે વસ્‍તુ ચાલશે. પરંતુ જોવાની ગુણવતા જુદી હોય. કોઇપણ વસ્‍તુને જુઓ સામાન્‍ય રીતે આપણે અંશોને જોઇએ છીએ. બની શકે છે કે તે સચેતન ના હોય પરંતુ આપણે અંશોને જ જોઇએ છીએ. જો હું તમને જોઉં છું તો પહેલા તમારો  રાહ જોઉં છું ત્‍યારે ધડને અને તે પછી આખા શરીરને જોઉં છું કોઇ વિષયને પુરેપુરૂ જુઓ, એને ટુકડામાં ના વહેંચો. કેમ? એટલા માટે કે જયારે તમે કોઇ વસ્‍તુને ભાગલાઓમાં વહેંચો છો તો આંખોને ભાગલાઓમાં જોવાનો મોકો મળે છે. વસ્‍તુને એની સમગ્રતામાં જુઓ તમે આવું કરી શકો છો.

જમીન ઉપર સુઇ જાઓ. અંધારા આકાશને જુઓ અને તમારી દૃષ્‍ટિને કોઇ એક તારા ઉપર સ્‍થિર કરો. એના ઉપર પોતાને એકાગ્ર કરો, એને એકટીસે જોઇ રહો. પોતાની ચેતનાને સમેટીને એક તારા સાથે જોડી દો અને બાકીના બધા તારાઓને ભુલી જાવ. ધીમે ધીમે પોતાની દૃષ્‍ટિને સમેટીને એકાગ્ર કરો.

બીજા તારા દુર થઇ જશે અને ધીમે ધીમે વિલીન થઇ જશે અને ફકત એક જ તારો બચશે. એને એકીટશે જોતા રહો. એક એવી ક્ષણ આવશે કે જયારે એ તારા પણ વિલીન થઇ જશે અને જયારે તે તારો વિલીન થઇ જશે ત્‍યારે તમારૂ સ્‍વરૂપ તમારી સામે પ્રકટ થઇ જશે.

- રજનીશના પ્રણામ

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:56 AM IST)