તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Monday, 13th January 2025
અનિલ અંબાણી અને તેમના પુત્ર જય અનમોલના એક નિર્ણયથી રિલાયન્સ પાવર અને ઈન્ફ્રાના શેરમાં ઘટાડો :જાણો સમગ્ર મામલો
"પ્રમોટર્સ" તરીકેની તેમની ભૂમિકામાંથી રાજીનામું આપવા માટે અરજી કરી અને "જાહેર શેરધારકો" તરીકે ફરીથી વર્ગીકરણની માંગ કરી

મુંબઈ : અનિલ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ પાવર લિમિટેડ અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેર આજે સોમવારે ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં છે. રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં આજે ઈન્ટ્રાડે 3% કરતા વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
અનિલ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ પાવર લિમિટેડ અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેર આજે સોમવારે ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં છે. રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં આજે ઈન્ટ્રાડે 3% કરતા વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. રિલાયન્સ ઈન્ફ્રાનો શેર 3.39% ઘટીને રૂ. 282.25 પર ટ્રેડ થઈ રહ્યો છે. રિલાયન્સ પાવરનો શેર લગભગ 3% ઘટીને રૂ. 37.90 પર ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીના શેરમાં આ ઘટાડા પાછળ એક જાહેરાત છે. કંપનીના શેરહોલ્ડિંગ માળખામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. બંને 'પ્રમોટર'ની ભૂમિકામાંથી બહાર નીકળીને 'પબ્લિક શેરહોલ્ડર્સ' બનવા માંગે છે.
રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી અને તેમના પુત્ર જય અનમોલ અંબાણીએ "પ્રમોટર્સ" તરીકેની તેમની ભૂમિકામાંથી રાજીનામું આપવા માટે અરજી કરી છે અને "જાહેર શેરધારકો" તરીકે ફરીથી વર્ગીકરણની માંગ કરી છે. બંને કંપનીઓના બોર્ડ દ્વારા મંજૂર કરાયેલું આ પગલું અંબાણી પરિવારના બંને સંસ્થાઓ સાથેના જોડાણમાં નોંધપાત્ર ફેરફાર દર્શાવે છે. અનિલ અંબાણી અને જય અનમોલ હાલમાં બંને કંપનીઓના શેર ધરાવે છે, પરંતુ રી ક્લાસિફિકેશન માટે નિયમનકારી (રેગુલેટરી) મર્યાદામાં આવે છે.
સપ્ટેમ્બર 2024ના ડેટા અનુસાર, અનિલ અંબાણી રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 1,39,437 શેર ધરાવે છે. જ્યારે જય અનમોલ પાસે 1,25,231 શેર છે. આ ઉપરાંત અનિલ અંબાણી પાસે રિલાયન્સ પાવરના 4,65,792 શેર અને જય અનમોલ પાસે 4,17,439 શેર છે. બંને કંપનીઓએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પાસેથી મંજૂરી માટે અરજી કરી છે. જેમાં સેબીના લિસ્ટિંગ નિયમો (ખાસ કરીને રેગ્યુલેશન 31A, જે પ્રમોટર રિ-ક્લાસિફિકેશનનું સંચાલન કરે છે)નું પાલન કરે છે.
સેબીના ધારાધોરણો હેઠળ, પુનઃવર્ગીકરણની માંગ કરતા પ્રમોટરો પાસે કંપનીની ઇક્વિટીના 10% કરતા વધુના મતદાન અધિકારો ન હોવા જોઈએ. અંબાણીનું પગલું આ દિશાનિર્દેશોને અનુરૂપ છે. 2024 માં, SEBI પેનલે કોર્પોરેટ લવચીકતાને પ્રોત્સાહિત કરવા માટે મર્યાદાને 25% સુધી હળવી કરવા અંગે ચર્ચા કરી હતી. જો કે, દરખાસ્તને 10%ની મર્યાદા જાળવી રાખીને નકારી કાઢવામાં આવી હતી.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
