News of Monday, 13th January 2025
ડીલ મામલે મુકેશ અંબાણીથી આગળ નીકળી ગયા અદાણી
મર્જર અને એક્વિઝિશનમાં અદાણી ગ્રુપે રિલાયન્સને પાછળ રાખી દીધુ : અદાણી ગ્રુપે ગયા વર્ષે $6.32 બિલિયનનો સૌથી વધુ સોદો કર્યો હતો : રિલાયન્સ ગ્રુપ ૩.૧૪ બિલિયન ડોલર સાથે બીજા ક્રમે રહયું

નવી દિલ્હી, તા.૧૩: ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ૨૦૨૪ માં રોકાણકારોને નકારાત્મક વળતર આપ્યું. દસ વર્ષથી વધુ સમયમાં આ પહેલી વાર બન્યું. આ સાથે, મર્જર અને એક્વિઝિશનના સંદર્ભમાં પણ અદાણી ગ્રુપ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર આગળ હતું. બિઝનેસ સ્ટાન્ડર્ડના એક અહેવાલ મુજબ, ગૌતમ અદાણીની કંપનીઓએ ગયા વર્ષે ઼૬.૩૨ બિલિયનના કરારો પર હસ્તાક્ષર કર્યા હતા, જ્યારે રિલાયન્સ ફક્ત $૩.૧૪ બિલિયનના મર્જર અને એક્વિઝિશન સોદા પર હસ્તાક્ષર કરી શકી હતી. ૨૦૨૩ ની સરખામણીમાં અદાણીના સોદામાં ૨૬૫.૩% નો વધારો જોવા મળ્યો, જ્યારે રિલાયન્સના સોદામાં ૬૪.૨% નો ઘટાડો જોવા મળ્યો. રિલાયન્સ દેશનું બીજું સૌથી મોટું ઔદ્યોગિક ગળહ છે અને અદાણી ગ્રુપ ત્રીજું સૌથી મોટું ઔદ્યોગિક ગળહ છે. ટાટા ગ્રુપ નંબર વન પર છે.
છેલ્લા છ વર્ષથી, રિલાયન્સ અને અદાણી ગ્રુપ વચ્ચે મર્જર અને એક્વિઝિશન દ્વારા વિસ્તરણ માટે સ્પર્ધા ચાલી રહી છે. વર્ષ ૨૦૨૪ માં, દેશમાં કુલ $૯૮.૭ બિલિયનના M&A સોદા થયા હતા, જેમાંથી ટોચની ૫ લિસ્ટેડ કંપનીઓનો હિસ્સો લગભગ ૧૫.૨૮% છે. આવકની દ્રષ્ટિએ, ટોચના ૧૦ જૂથોનો હિસ્સો ૧૬ ટકા છે. જો આપણે છેલ્લા પાંચ વર્ષના ડેટા પર નજર કરીએ તો, રિલાયન્સે ૨૦૨૦ માં ઼૨૬.૦૮ બિલિયનના M&A સોદા કર્યા હતા. ત્યારબાદ કંપનીએ તેના રિટેલ અને ટેલિકોમ સાહસોમાં તેનો હિસ્સો વેચી દીધો હતો. ૨૦૨૨માં, અદાણી ગ્રુપે ૧૬.૫૬ બિલિયન ડોલરનો સોદો કર્યો. આમાં સિમેન્ટ ક્ષેત્રમાં જૂથનો પ્રવેશ શામેલ હતો.
વર્ષ ૨૦૨૪માં, JSW એ $૨.૩૨ બિલિયનનો સોદો કર્યો હતો જ્યારે ટાટા ગ્રુપે $૧.૬૬ બિલિયનનો M&A સોદો કર્યો હતો, બિરલા ખ્સ્ એ $૧.૬૪ બિલિયનનો સોદો કર્યો હતો, લાર્સન એન્ડ ટુબ્રોએ $૦.૨૭ બિલિયનનો સોદો કર્યો હતો. એમ એન્ડ એમાં ખાનગી ઇક્વિટી અને સોવરિન રોકાણકારો મહત્વપૂર્ણ ખેલાડીઓ તરીકે ઉભરી આવ્યા છે. વર્ષ ૨૦૨૩માં, ભારતીય કંપનીઓએ કુલ $૮૩.૨ બિલિયનના સોદા કર્યા હતા, જ્યારે વર્ષ ૨૦૨૨માં આ આંકડો $૧૯૩.૨ બિલિયન હતો. તે ૨૦૨૧ માં $૧૪૧.૬ બિલિયન, ૨૦૨૦ માં $૧૧૫.૪ બિલિયન અને ૨૦૧૯ માં $૧૧૬.૩ બિલિયન હતું.(૨૩.૨૯)
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
