તા. ૨૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૫, રવિવાર
News of Monday, 13th January 2025
શ્રીલંકાની જળસીમામાં ગયેલા 8 ભારતીય માછીમારોની ધરપકડ : 2 બોટ જપ્ત
શ્રીલંકાની નૌકાદળે મનરારની ઉત્તરમાં વિશેષ ઓપરેશન હાથ ધર્યું

શ્રીલંકાના જળસીમામાં માછીમારી કરવા બદલ શ્રીલંકા દ્વારા ૮ ભારતીય માછીમારોની ધરપકડ કરાઈ છે સાથે ૨ બોટ પણ જપ્ત કરી છે
શ્રીલંકાની નૌકાદળે શનિવારે રાત્રે મનરારની ઉત્તરમાં વિશેષ ઓપરેશન હાથ ધરીને આ લોકોની ધરપકડ કરી છે. નેવીએ ફાસ્ટ એટેક ક્રાફ્ટ અને ઇનશોર પેટ્રોલ ક્રાફ્ટ દ્વારા આ લોકો સામે ઓપરેશન હાથ ધર્યું હતું.
ભારતીય માછીમારોને આગળની કાર્યવાહી માટે ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવ્યા છે.
આ વર્ષે અત્યાર સુધીમાં ૧૮ ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ૩ બોટ જપ્ત કરવામાં આવી છે.
૨૦૨૪માં શ્રીલંકા દ્વારા રેકોર્ડ ૫૩૫ ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી, આ સંખ્યા ૨૦૨૩ની સંખ્યાની સરખામણીએ લગભગ બમણી છે.
૨૯ નવેમ્બર, ૨૦૨૪ સુધીમાં ૧૪૧ ભારતીય માછીમારો શ્રીલંકાની જેલમાં હતા અને ૧૯૮ ટ્રોલર્સ જપ્ત કરવામાં આવ્યા હતા.
માછલીઓની સંખ્યા ઘટવાને કારણે માછીમારો માછીમારી માટે શ્રીલંકાના ટાપુઓ - ખાસ કરીને કાચાથીવુ અને મન્નારની ખાડી પર જાય છે.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
