News of Monday, 13th January 2025
યુપીના સંભલમાં ગેરકાયદે અતિક્રમણ સામે કાર્યવાહી: મસ્જિદની બહાર આવેલી ૧૨ દુકાનો પર બુલડોઝર ચલાવવાની તૈયારી
આ પહેલા દુકાનદારોને ૨૪ કલાકનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું: વકફના દસ્તાવેજો બતાવવા માટે સોમવાર સાંજ સુધીનો સમય આપ્યો

યુપીના સંભલમાં ગેરકાયદે અતિક્રમણ સામે કાર્યવાહી ચાલી રહી છે. વહીવટીતંત્રએ મસ્જિદની બહાર આવેલી ૧૨ દુકાનો પર બુલડોઝર ચલાવવાની તૈયારી કરી લીધી છે.
જો કે આ પહેલા દુકાનદારોને ૨૪ કલાકનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે. વકફના દસ્તાવેજો બતાવવા માટે સોમવાર સાંજ સુધીનો સમય આપ્યો છે.
એસડીએમ વંદના મિશ્રાએ કહ્યું, કે પ્રાથમિક દૃષ્ટિએ તે દુકાનો રોડ પર બાંધવામાં આવી હોવાનું જણાય છે.
એસડીએમએ મસ્જિદ સમિતિને મસ્જિદની જમીનના દસ્તાવેજો બતાવવા કહ્યું. દુકાનદારો દ્વારા કહેવામાં આવ્યું હતું કે વકફ જમીન પર મસ્જિદ અને દુકાનો બનાવવામાં આવી છે, પરંતુ દુકાનદારો દસ્તાવેજો બતાવી શક્યા નથી
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
