<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

યોગીદર્શન સોસાયટીમાં રહેતાં વૃધ્‍ધા સાથે વજન ઉતારવાની દવાના નામે ૮૪.૩૮ લાખની ઠગાઇઃ દિલ્‍હીનો ઠગ ઝડપાયો : ફેસબૂકમાં ન્‍યુટ્રીકા હેલ્‍થકેર નામની જાહેરાત જોઇ લિંક ક્‍લીક કરી ફોર્મ ભર્યા પછી ડોક્‍ટર સહિતના નામે ફોન આવ્‍યા અને નાણા ઉસેડયા ડો. અમન મિશ્રા, ડો. મુકુલસિંહ, શિવમ શર્મા, હર્ષવર્ધન, દિપક ચોપડા અને રિઝર્વ બેંકના કર્મચારીના નામે ઠગાઇઃ નાણા પડાવ્‍યા બાદ કંપનીને નાણા મળ્‍યા નથી, તમારે પરત જોઇતા હોય તો ફાઇલ બનાવવી પડે કહી વધુ નાણા માંગ્‍યાઃ રીઝર્વ બેંકના બીલ, તેલંગણા હાઇકોર્ટનો ઓર્ડર મોકલી છેતરપીંડીઃ એસીબી ભરત બસીયાની રાહબરીમાં સાયબર ક્રાઇમ પીઆઇ બી. બી. જાડેજાએ દિલ્‍હી રહેતાં યુપીના મહમ્‍મદ અલ્‍તમસઅલી ઉર્ફે હર્ષવર્ધનને દબોચ્‍યો ગઠીયાઓએ બે વર્ષ સુધી કટકે કટકે નાણા ઉસેડયાઃ વૃધ્‍ધાએ અંગ્રેજી ભાષામાં આવેલો હાઇકોર્ટ ઓર્ડર ભાણેજને વાંચવા મોકલતાં ફ્રોડની ખબર પડી3:11 PM IST

ધી જામનગર ડિસ્‍ટ્રીકટ કો.ઓ.બેન્‍ક ખેડૂતો-ગ્રામીણ સમુદાય માટે આર્થિક ઉત્‍થાનનું કેન્‍દ્રઃ અમિતભાઈ શાહ : રૂ.૨૫ કરોડના ખર્ચે નિર્મિત ધી જામનગર ડિસ્‍ટ્રિક્‍ટ કો-ઓપરેટિવ બેંકના નવનિર્મિત ‘સહકાર ભવન'નું કેન્‍દ્રીય ગળહ અને સહકારીતા મંત્રીના હસ્‍તે વર્ચ્‍યુઅલ લોકાર્પણ : રાજ્‍યમાં સેવા મંડળી, ક્રેડીટ મંડળી, મહિલા મંડળીને કારણે ગરીબ, પછાત, ખેડૂતો અને શ્રમિકો આર્થિક રીતે પગભર અને સમળદ્ધ થયા છેઃ કેન્‍દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સહકારી બેંકોમાં પારદર્શિતા, ડિજિટલ બેંકિંગ, માઇક્રો ATM, બેંક મિત્ર અને અન્‍ય આધુનિક સેવાઓનો વ્‍યાપ વધ્‍યો છેઃ ભુપેન્‍દ્રભાઈ પટેલ : અંદાજિત રૂ.૨૫ કરોડના ખર્ચે ૨૫ હજાર ચોરસ ફૂટમાં નિર્માણ પામેલ સહકાર ભવનમાં કોન્‍ફરન્‍સ રૂમ, ખેડૂતો માટે ડોર્મિટરી રેસ્‍ટ રૂમ, રસોડું, ડાઇનિંગ હોલ અને કિસાન છાત્રાલય જેવી વિશિષ્ટ સુવિધાઓનો સમાવેશ1:11 PM IST