<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ સ્વદેશી નાગ મિસાઈલ Mk 2નું સફળ કર્યું પરીક્ષણ

13 જાન્યુઆરીએ પોખરણ ફિલ્ડ રેન્જમાં યોજાયો હતોઃ એક વખત ટાર્ગેટ પર નિશાન સાધવામાં આવે તો મિસાઈલ પોતે જ તેનો નાશ કરે છે

નવી દિલ્‍હીઃ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ સ્વદેશી નાગ મિસાઈલ Mk 2નું સફળ પરીક્ષણ કર્યું છે. આ ટેસ્ટ 13 જાન્યુઆરીએ પોખરણ ફિલ્ડ રેન્જમાં યોજાયો હતો. Nag Mk 2 એ ત્રીજી પેઢીની એન્ટી ટેન્ક મિસાઈલ છે. તે 'ફાયર એન્ડ ફોરગેટ' ટેક્નોલોજી પર કામ કરે છે. મતલબ કે એક વખત ટાર્ગેટ પર નિશાન સાધવામાં આવે તો મિસાઈલ પોતે જ તેનો નાશ કરે છે.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, ત્રણેય પરીક્ષણો દરમિયાન મિસાઇલ પ્રણાલીઓએ મહત્તમ અને લઘુત્તમ રેન્જ પરના તમામ લક્ષ્યોને સચોટ રીતે નષ્ટ કર્યા, તેની કાર્યક્ષમતા પરીક્ષણ કરવામાં આવી હતી. આ સાથે હવે આખી વેપન સિસ્ટમ ભારતીય સેનામાં સામેલ થવા માટે તૈયાર છે.

તમને જણાવી દઈએ કે નાગ મિસાઈલ DRDO દ્વારા 300 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવી છે. તેનું પ્રથમ સફળ પરીક્ષણ 1990માં કરવામાં આવ્યું હતું. જુલાઈ 2019માં પોખરણ ફાયરિંગ રેન્જમાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સિવાય 2017, 2018 અને 2019માં અલગ-અલગ ટ્રાયલ પણ કરવામાં આવ્યા હતા, જેમાં દરેક વખતે નવી ટેક્નોલોજી ઉમેરવામાં આવી હતી. આ મિસાઈલ DRDOના ઈન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો એક ભાગ છે. તે દુશ્મન ટેન્કો સામે ભારતની તાકાત અનેક ગણી વધારશે અને સેનાને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરશે.

 

(12:23 PM IST)