News of Tuesday, 14th January 2025
યુપીમાં બનશે નવી ધાર્મિકનગરી : વારાણસી અને પ્રયાગરાજ સહીત 7 જિલ્લાઓને જોડી 22 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં નવું શહેર સ્થાપાશે
નીતિ આયોગના સૂચન પર રાજ્ય સરકારે આ માટેની તૈયારીઓ શરૂ કરી:કમિશને રાજ્યમાં અનેક પ્રાદેશિક વિકાસ સત્તામંડળોની સ્થાપના કરવાની સલાહ આપી

હવે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા વારાણસી અને પ્રયાગરાજને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત આ બંનેને મર્જ કરીને એક નવો ધાર્મિક વિસ્તાર બનાવવામાં આવશે. નીતિ આયોગના સૂચન પર રાજ્ય સરકારે આ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં આ બે શહેરો સહિત સાત જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવશે. યોજના હેઠળ વારાણસી અને પ્રયાગરાજને જોડીને પ્રાદેશિક વિકાસ સત્તામંડળની રચના કરવામાં આવશે. તેનો વિસ્તાર પણ 22 હજાર ચોરસ કિલોમીટરનો હશે.
હકીકતમાં, નીતિ આયોગે વર્ષ 2047 સુધીમાં ભારતને 3 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્યને હાંસલ કરવા માટે યુપી માટે એક બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે, જેના હેઠળ કમિશને રાજ્યમાં અનેક પ્રાદેશિક વિકાસ સત્તામંડળોની સ્થાપના કરવાની સલાહ આપી છે. આ ક્રમમાં, યુપી સરકારે પ્રયાગરાજ અને વારાણસીના વિસ્તારોને ધાર્મિક વિસ્તારોમાં ફેરવવાનો અને નવી પ્રાદેશિક વિકાસ સત્તામંડળની રચના કરવાનો નિર્ણય લીધો છે.
સીએમ યોગીએ આ માટે એવી યોજના બનાવવાનું કહ્યું છે કે જેનો આ વિસ્તારના યુવાનોને શક્ય તેટલો લાભ મળી શકે. યોજના હેઠળ આ બંને જિલ્લાઓને જોડીને જે ધાર્મિક વિસ્તાર વિકસાવવામાં આવશે તે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે. ઈન્ડસ્ટ્રીયલ અને નોલેજ પાર્કની વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં સ્થાનિક લોકોને રોજગારીની તકો મળશે.
પ્રસ્તાવ હેઠળ, આ બે જિલ્લાઓ સાથે, ચંદૌલી, ગાઝીપુર, જૌનપુર, મિર્ઝાપુર અને ભદોહી જિલ્લાના વિસ્તારોને પણ આ વારાણસી પ્રયાગરાજ ક્ષેત્રમાં સામેલ કરવામાં આવશે. આનાથી આ વિસ્તારમાં પ્રવાસનને વધુ વેગ મળશે જેનો આ સાત જિલ્લાઓને ફાયદો થશે. વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર, કાલભૈરવ અને સારનાથ, ગાઝીપુરમાં ગંગા ઉત્તરાહિણી અને પ્રયાગરાજમાં સંગમ છે. મુખ્ય સચિવ મનોજ સિંહે કહ્યું કે ટૂંક સમયમાં પ્રયાગરાજ-વારાણસી પ્રાદેશિક વિકાસ સત્તામંડળની રચનાની પ્રક્રિયા શરૂ થશે
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
